મુંબઇ BMW હીટ એન્ડ રન કેસમાં સામે આવ્યો સનસનીખેજ ખુલાસો

મુંબઈ : મુંબઇ બીએમડબલ્યુ(BMW)હીટ એન્ડ રન કેસમાં સનસનીખેજ ખુલાસો સામે આવ્યો છે. જેમાં આરોપીઓએ મહિલાને 1.5 કિલો મીટર સુધી ઘસેડી હતી અને પછી તેને બોનેટથી ખેંચીને હટાવી હતી અને પછી તેની પર ગાડી ચઢાવીને મિહિર શાહ અને ડ્રાયવર ફરાર થઈ ગયા હતા. જેમાં મુંબઈ પોલીસે સોમવારે જણાવ્યું હતું કે BMW હિટ-એન્ડ-રન કેસમાં ફરાર મુખ્ય આરોપી મિહિર શાહના પિતા રાજેશ શાહે તેને અકસ્માત બાદ સ્થળ પરથી ભાગી જવાનું કહ્યું હતું. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો પતિ ઘાયલ થયો હતો. પોલીસે કોર્ટને જણાવ્યું કે રાજેશે અકસ્માત સમયે કારમાં બેઠેલા તેના ડ્રાઈવર રાજઋષિ બિદાવતને ઘટનાની જવાબદારી લેવા કહ્યું.
કાર ચલાવતી વખતે તેને કચડી નાખતા જોઈ શકાય
પોલીસે કોર્ટમાં સીસીટીવી ફૂટેજ પણ રજૂ કર્યા જેમાં કાવેરી નાખ્યા બાદ કાર દોઢ કિલોમીટર સુધી ખેંચી જતી જોવા મળી હતી. જેમાં આરોપી મિહિર શાહ અને સહ-આરોપી રાજઋષિ બિદાવત મહિલાને બોનેટમાંથી ખેંચીને, રસ્તા પર ફેંકીને અને વિરુદ્ધ દિશામાં કાર ચલાવતી વખતે તેને કચડી નાખતા જોઈ શકાય છે.
બાંદ્રાના કલા નગર પાસે કાર છોડીને ત્યાંથી ભાગી ગયો
કાવેરી રવિવારે સવારે લગભગ 5.30 વાગ્યે એની બેસન્ટ રોડ પર તેના પતિ પ્રદીપ સાથે ટુ-વ્હીલર પર મુસાફરી કરી રહી હતી. ત્યારે એક BMW કારના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને તેને પાછળથી ટક્કર મારી. અકસ્માત બાદ આરોપીઓ બાંદ્રા-વરલી સી લિંક તરફ ભાગવા લાગ્યા હતા. તે બાંદ્રાના કલા નગર પાસે કાર છોડીને ત્યાંથી ભાગી ગયો હતો.
બિદાવતને એક દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલ્યા
પાલઘર જિલ્લા શિવસેનાના નેતા રાજેશ શાહ અને તેમના ડ્રાઈવર બિદાવતની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. ઘટના સમયે બિદાવત કારમાં હતો. મુખ્ય આરોપી મિહિર શાહની સાથે રાજેશ શાહ અને બિદાવત દોષિત હત્યા સહિતની વિવિધ જોગવાઈઓ હેઠળ આરોપી છે. રાજેશ શાહ અને બિદાવતને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસપી ભોસલેની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમણે રાજેશ શાહને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં અને બિદાવતને એક દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલ્યા હતા.
રાજેશ શાહે તેના પુત્રને ભાગી જવા કહ્યું
કોર્ટે કહ્યું કે ભારતીય ન્યાયિક સંહિતા (BNS)ની કલમ 105 રાજેશ શાહને લાગુ પડતી નથી. આ પછી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન પોલીસે કોર્ટને જણાવ્યું કે મિહિર શાહે ઘટના બાદ તેના પિતાને ફોન કર્યો હતો અને રાજેશ શાહે તેના પુત્રને ભાગી જવા કહ્યું હતું.
પોલીસ પાસે સીસીટીવી ફૂટેજ
પોલીસે કોર્ટને જણાવ્યું કે રાજેશ શાહે મિહિર શાહને બિદાવતને ડ્રાઇવરની સીટ પર બેસવા માટે પણ કહ્યું હતું. પોલીસે રિમાન્ડ સુનાવણીમાં જણાવ્યું હતું કે રાજેશ તેના પુત્રના ઠેકાણા વિશે જાણે છે તેથી તેની પૂછપરછ કરવી જરૂરી છે. બચાવ પક્ષ વતી વકીલ સુધીર ભારદ્વાજે જણાવ્યું હતું કે પોલીસ પાસે સીસીટીવી ફૂટેજ છે, પરંતુ રિમાન્ડમાં તેનો ઉલ્લેખ નથી.