મુંબઈ પાલિકાના વોર્ડના રિઝર્વેશનને લગતી લોટરી ૧૧ નવેમ્બરે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈ પાલિકાના વોર્ડના રિઝર્વેશનને લગતી લોટરી ૧૧ નવેમ્બરે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રાજ્યમાં ૨૮ સ્થાનિક સ્વરાજય સંસ્થાની ચૂંટણી માટે વોર્ડના રિઝર્વેશનને લગતો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા બાદ હવે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની પાર્શ્ર્વભૂમિ પર વોર્ડના રિઝર્વેશનને લગતી લોટરીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આગામી ૧૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ મુંબઈના ૨૨૭ વોર્ડના રિઝર્વેશનની લોટરી કાઢવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ પહેલા ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો છે.

તે મુજબ રાજ્યના ચૂંટણી પંચે મુંબઈ સહિત ૨૯ મહાનગરપલિકાની ચૂંટણીના વોર્ડના અનામતને લગતો કાર્યક્રમ જાહેર કર્યો છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડના રિઝર્વેશનમાં એસી, એસટી, મહિલા માટેનું રિઝર્વેશન કરવામાં આવશે. જનસંખ્યાની ટકાવારી અનુસાર ઉતરતા ક્રમમાં આરક્ષણ કાઢવામાં આવશે. ત્યારબાદ બાકીના સભ્યોમાંથી ૬૧ સભ્યોની લોટરી ઓબીસી શ્રેણી માટે કાઢવામાં આવશે. તેમાની મહિલા અને પુરુષના આરક્ષણ માટે ચિઠ્ઠી કાઢવામાં આવ્યા બાદ બાકીનામાંથી મહિલા માટે અનામત કાઢીને બાકીના તમામ વોર્ડ જનરલ કેટેગરીમાં આવશે.

પાલિકા તરફથી મતદાર યાદી વોર્ડ સ્તરે બનાવવાનું કામ પ્રગતી હોઈ મતદાર યાદીનો ડ્રાફ્ટ છ નવેમ્બર, ૨૦૨૫ના જાહેર કરીને વાંધા-સૂચનો મગાવવામાં આવશે.

ચૂંટણી પંચની સૂચના અનુસાર સંભવિત એસટી અને એસી વોર્ડ નીચે મુજબ છે

અનુસૂચિત જનજાતિ (એસટી)
વોર્ડ નંબર ૫૬ – ૧૨૧
અનુસૂચિત જાતિ (એસી) – ૨૬,૯૩,૧૧૮,૧૩૩,૧૪૦,૧૪૧,૧૪૬,૧૪૭,૧૫૧,૧૫૨,૧૫૫,૧૮૩,૧૮૬,૧૮૯,
૨૧૫

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button