આમચી મુંબઈ
મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની રચના માટે ફક્ત આટલા લોકોના આવ્યા વાંધા અને સૂચનો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની રચનાના ડ્રાફ્ટ બાબતે આપેલી મુદતમાં માત્ર ૪૮૮ વાંધા-વિરોધ અને સૂચનો પ્રાપ્ત થયા હતા. આ વાંધા અને સૂચનો પર ૧૦,૧૧ અને ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ના ત્રણ દિવસમાં મહારાષ્ટ્ર સરકારે નીમેલા અધિકારી મારફત સુનાવણી હાથ ધરવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકારના નગર વિકાસ વિભાગેે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે જુદા જુદા તબક્કા નક્કી કર્યા છે, જે અંતર્ગત ૨૨ ઑગસ્ટ ૨૦૨૫ના ડ્રાફ્ટ વોર્ડની ભૌગોલિક સીમા પ્રસિદ્ધીની નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. તેના પર શુક્રવાર ૨૨ ઑગસ્ટ, ૨૦૨૫થી ગુરુવાર ચાર, સપ્ટેમ્બર, ૨૦૨૫ના બપોરના ત્રણ વાગ્યા સુધીની મુદતમાં વાંધા-વિરોધ અને સૂચના મગાવવામાં આવી હતી. તેના પર આ મુદતમાં ૪૮૮ વાંધા અને સૂચનો આવ્યા હતા.