વોર્ડ રચનાના ડ્રાફ્ટ પરના સૂચનો-વાંધાની સુનાવણી પૂરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના ૨૦૨૫ની થનારી ચૂંટણી માટે વોર્ડ રચનાના ડ્રાફ્ટ પર આવેલી સૂચના અને વાંધા પર સતત ત્રણ દિવસ સુઘી સુનાવણી શુક્રવાર, ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ના પૂરી થઈ હતી.
શુક્રવારે ત્રીજા દિવસે ૨૮ વાંધા અને સૂચનો પર સુનાવણી થઈ પાર પડી હતી. મંત્રાયલય સામે આવેલા યશવંતરાવ ચવ્હાણ કેન્દ્રમાં રાજ્ય સરકારે નિમેલા અધિકારી સમક્ષ સુનાવણી પાર પડી હતી.
આપણ વાંચો: સુધરાઈની વોર્ડ રચનાના ડ્રાફ્ટ પર આવેલી સૂચના-વાંધા પર હજી બે દિવસ સુનાવણી
મુંબઈ મહાનગરપાકિાની ચૂંટણી માટે જુદા જુદા તબક્કા નક્કી કરવામાં આવ્યા છે, જે અંતર્ગત ૨૨ ઑગસ્ટ, ૨૦૨૫ના વોર્ડની ભૌગોલિક રચનાની જાહેરાત બહાર પાડવામાં આવી છે. તેના પર શુક્રવાર ૨૨ ઑગસ્ટ, ૨૦૨૫થી ગુુરુવાર, ચાર સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમ્યાન વાંધા, સૂચનો મંગાવવામાં આવ્યા હતા.
વોર્ડ રચનાના ડ્રાફટ સંદર્ભમાં મળેલા વાંધા-સૂચનો પર ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫થી ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ આ ત્રણ દિવસના સમયગાળામાં પણ સુનાવણી થઈ હતી.
સુનાવણીના પહેલા દિવસે એટલે કે ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ૧૮૯, ૧૧ સપ્ટેમ્બર, ગુરુવારના ૨૭૭ તેમ જ શુક્રવારે, ૧૨ સપ્ટેમ્બરના ૨૮ સૂચનો અને વાંધા સામે સુનાવણી થઈ હતી. ત્રણ દિવસમાં કુલ ૪૯૪ વાંધા અને સૂચનો સામેની પ્રક્રિયા પૂરી થઈ હતી.