આમચી મુંબઈ
સુધરાઈની વોર્ડ રચનાના ડ્રાફ્ટ પર આવેલી સૂચના-વાંધા પર હજી બે દિવસ સુનાવણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના ૨૦૨૫ની થનારી ચૂંટણી માટે વોર્ડ રચનાના ડ્રાફ્ટ પર આવેલી સૂચના અને વાંધા પર બુધવાર, ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫થી સુનાવણી ચાલી રહી છે.
આ સુનાવણી મંત્રાયલય સામે આવેલા યશવંતરાવ ચવ્હાણ કેન્દ્રમાં રાજ્ય સરકારે નિમેલા અધિકારી સામે પાર પડી હતી.
આ પણ વાંચો: મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની રચના માટે ફક્ત આટલા લોકોના આવ્યા વાંધા અને સૂચનો
સરકારે નવી વોર્ડ રચના માટે નાગરિકો પાસેથી શુક્રવાર, ૨૨ ઑગસ્ટ, ૨૦૨૫થી ગુરુવારથી ચાર સપ્ટેમ્બર, ૨૦૨૫ ના સમયગાળા દરમ્યાન સલાહ-સૂચનો અને વાંધા મંગાવ્યા હતા.
જેના પર બુધવારે પહેલા દિવસે ૧૮૯ સૂચના અને વાંધા પર સુનાવણી થઈ હતી. હવે આજે અને આવતી કાલે બે દિવસ હજી સુનાવણી થવાની છે.