આમચી મુંબઈ

મુંબઈમાં સાર્વજનિક સ્થળે થૂંકનારા અને કબૂતરોને ચણ નાંખનારાનું આવી બનશે

થૂંકવા માટે ૨૫૦ અને કચરો ફેંકવા માટે ૫૦૦ રૂપિયાનો દંડ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)


મુંબઈ:
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હવે સાર્વજનિક સ્થળે ગંદકી ફેલવાનારાએ આકરો દંડ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. મુંબઈમાં હવેથી સાર્વજનિક સ્થળે થૂંકનારા ૨૫૦ રૂપિયા અને કચરો ફેંકનારાને ૫૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે. એ સાથે જ કબૂતરો સહિતના પક્ષીઓને ચણ નાખનારે પણ ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત પાલિકા તરફથી ઘનકચરા, સ્વચ્છતા અને સ્વચ્છતાવિષયક નિયમો-૨૦૨૫ જાહેર કરવામાં આવ્યા છે. તે મુજબ હવેથી સાર્વજનિક સ્થળો પર ગંદકી ફેલાવનારાને દંડ ચૂકવવો પડશે. આ નિયમ સાર્વજનિક સ્થળ, રહેણાંક, બિઝનેસ એન્ડ કમર્શિયલ સ્થળ, સરકારી, બિનસરકારી, શૈક્ષણિક, ધાર્મિક તેમ જ મનોરંજનાત્મક સ્થળે પર લાગુ પડશે.

નિયમ મુજબ રસ્તા, ગલી, ફૂટપાથ, સાર્વજિનક સ્થળે કચરો ફેંકનારને ૫૦૦ રૂપિયા, થૂંકવા પર ૨૫૦, ખુલ્લામાં અને સાર્વજનિક સ્થળે સ્નાન કરનારાને ૩૦૦ રૂપિયા, લઘુશંકા કરનારાને ૫૦૦, શૌચક્રિયા કરનારાને ૫૦૦, ખુલ્લી જગ્યામાં અથવા સાર્વજનિક સ્થળે પ્રાણી અને પક્ષીઓને ખાદ્ય પદાર્થ નાકારને ૫૦૦ રૂપિયા, સાર્વજનિક સ્થળે વાસણ, કપડા ધોનારાને ૩૦૦ રૂપિયા અને ગાડી ધોનારાને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સાર્વજનિક સ્થળે કાટમાળ ફેંકનારા વાહનને ૨૦,૦૦૦ થઈ લઈને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સૂકો કચરો અને ભીના કચરાનું વર્ગીકરણ નહીં કરનારાને ૨૦૦ રૂપિયાનો દંડ લાગુ પડશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button