આમચી મુંબઈ

વોર્ડના વિભાજનના ૧૬ મહિના બાદ વોર્ડ ઑફિસરની નિમણૂક…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: વિલેપાર્લે (પૂર્વ), અંધેરી (પૂર્વ), જોગેશ્ર્વરી(પૂર્વ) અને મરોલના સમાવેશ કરતાકે-પૂર્વ વોર્ડના વિભાજનના લગભગ ૧૬ મહિના બાદ મુંબઈ મહાનગરપાલિકાએ વોર્ડ ઑફિસમાં આસિસ્ટન્ટ કમિશનરની નિમણૂક કરી છે. તેથી નવા બનેલા વોર્ડના પ્રલંબિત રહેલા કામ આગળનો અવરોધ દૂર થયો છે.

કે-પૂર્વ વોર્ડનું વિભાજન કરવાના પ્રસ્તાવે પાલિકા પ્રશાસને ૨૦૨૩માં મંજૂરી આપી હતી. કે-પૂર્વ વોર્ડમાં વિલેપાર્લે, જોગેશ્ર્વરી અને અંંધેરી(પૂર્વ) સહિત કુલ ૧૫ ઈલેક્ટ્રોલ વોર્ડનો સમાવેશ થાય છે. ૨૦૧૧ની વસતિ ગણતરી મુજબ આ વોર્ડની અંદાજિત વસતિ લગભગ ૧૩ લાખ છે. તેના વ્યાપક ભૌગોલિક ફેલાવા અને ઉચ્ચ વસતિ ગીચતાને કારણે આ વિસ્તારમાં નાગરિક માળાખાકીય સુવિધાઓને અને જાહેર સુવિધાઓ પર નોંધપાત્ર દબાણ હતું.

અગાઉ કે-પૂર્વ વોર્ડની ઑફિસ લગભગ આઠથી નવ કિલોમીટર દૂર સ્થિત હતી, તેને કારણે નાગરિકોને સંબંધિત કામ માટે ખાસ્સો લાંબો ચક્કર કાપવો પડતો હતો અને તેમનો સમય પણ વેડફાઈ જતો હતો. નાગરિકોને આવશ્યક સેવાઓ મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

લાંબા સમયથી કરવામાં આવી રહેલી માગણીને પગલે ૧૧ ઑક્ટોબર, ૨૦૨૪ના તત્કાલીન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા નવી સ્થાપિત કે-ઉત્તર વોર્ડ ઑફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પાલિકાની નવી વોર્ડ ઑફિસ જોગેશ્ર્વરી પૂર્વનાં પૂનમ નગરમાં સિવિક માર્કેટ ખાતે આવેલી છે.

ઑફિસના ઉદ્ઘાટન બાદ વહીવટી અધિકારીઓની ગેરહાજરીને કારણે ઑફિસ કાર્યરત થઈ શકી નહોતી. ગયા અઠવાડિયે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ મહેશ પાટિલને નવી કે-ઉત્તર વોર્ડ ઓફિસમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિયુક્ત કર્યા હતા.નવી રચાયેલી કે-ઉત્તર વોર્ડ ઑફિસમાં વોર્ડ નંબર ૭૨,૭૩,૭૪,૭૭,૭૮ અને ૭૯ નંબરના વોર્ડનો સમાવેશ થાય છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button