મુંબઈ એરપોર્ટ પરથી 15.85 કરોડ રૂપિયાનાં ગાંજા સાથે સુરતનાં ચાર યુવકની ધરપકડ

મુંબઈ: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે સુરતના ચાર યુવકોની ધરપકડ કરી હતી. આ યુવકોની અંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીનાં આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય યુવાન બેન્કોકથી કોસ્મેટિક વસ્તુઓનાં બહાને હાઇબ્રિડ ગાંજો લઈને મુંબઇ આવ્યા હતા. અધિકારીઓએ 15.85 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કર્યા છે.
ચારેય આરોપી સુરતના
પ્રાપ્ત વિગતો અનુસાર મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ સોમવારે બેંગકોકથી મેળવેલા 15.85 કરોડ રૂપિયાના હાઇડ્રોપોનિક ગાંજાની દાણચોરી કરવાના આરોપમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ સુરતના રહેવાસી ભાવિક પ્રજાપતિ, ધાર્મિક મકવાણા, રોનિત બલાર અને હિતેનકુમાર કાછડિયા તરીકે કરવામાં આવી છે.
Also read: ડ્રગ્સ માફિયાઓ બેફામ; વડોદરામાં 3.37 કરોડના ડ્રગ્સ સાથે 2 લોકોની ધરપકડ
15.85 કરોડ રૂપિયાનો ગાંજો
કસ્ટમ્સનાં સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પોટ પ્રોફાઇલિંગના આધારે એર ઇન્ટેલિજન્સ યુનિટનાં અધિકારીઓએ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બેંગકોકથી સુરતના ચાર યુવકોની અટક કરી હતી. તેમના સામાનની તપાસ દરમિયાન દરેક મુસાફર પાસેથી ગાંજાનાં આઠ પેકેટ મળી આવ્યા હતા જેમાં 15.84 કિલોગ્રામ વજનનો હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું. જેની કિંમત 15.85 કરોડ રૂપિયા છે.