મુંબઈ એરપોર્ટ પરના સફાઇ કર્મચારી સહિત બે જણની સોનાની દાણચોરી બદલ ધરપકડ...
આમચી મુંબઈ

મુંબઈ એરપોર્ટ પરના સફાઇ કર્મચારી સહિત બે જણની સોનાની દાણચોરી બદલ ધરપકડ…

મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીઓએ 1.6 કરોડ રૂપિયાના વિદેશી મૂળના સોનાની દાણચોરી કરવા પ્રકરણે મુંબઈ એરપોર્ટ પરના સફાઇ કર્મચારી અને તેના સુપરવાઇઝરની ધરપકડ કરી હતી. તપાસમાં એવું સામે આવ્યું હતું કે સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટ સોનું વિમાનમાં છુપાવવા માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો ઉપયોગ કરે છે. આ સોનું બાદમાં એરપોર્ટ પરના સ્ટાફની મદદથી કાઢી લેવામાં આવે છે.

બંને આરોપી એરપોર્ટ સર્વિસીસ કંપનીના કર્મચારી હતા અને શનિવારે તેમને તાબામાં લેવાયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. ડીઆરઆઇને માહિતી મળી હતી કે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી મૂળના સોનાની કરવામાં આવી રહી હોઇ સોનું વિમાનમાં છુપાવવામાં આવે છે અને બાદમાં એરપોર્ટ પરનો કર્મચારી ત્યાર બાદ તેને મેળવી લે છે. આ માહિતી મળ્યા બાદ એરપોર્ટ પર સર્વેલન્સ વધારી દેવામાં આવ્યું હતું.

દરમિયાન ડીઆરઆઇના અધિકારીઓ નજર રાખી રહ્યા હતા ત્યારે સફાઇ કર્મચારીઓનો ટીમ લીડર ઉતાવળમાં એરોબ્રિજ સ્ટેરકેસ પર પેકેટ છુપાવતો નજરે પડ્યો હતો. આ પેકેટ બાદમાં હસ્તગત કરાયું હતું, જેમાં મીણ સ્વરૂપમાં ગોલ્ડ ડસ્ટ હતું, જે સફેદ કપડાંમાં છુપાવાયું હતું.

ડીઆરઆઇના અધિકારીઓએ તરત જેને તાબામાં લીધો હતો અને પૂછપરછમાં તેણે કબૂલ કર્યું હતું કે તેણે પેકેટ છુપાવ્યું હતું. તેણે અધિકારીઓને કહ્યું હતું કે તેના સુપરવાઇઝરે આ સોનું વિમાનમાંથી મેળવ્યું હતું અને તેને સોંપ્યું હતું. તેના નિવેદનને આધારે સુપરવાઇઝરની પણ બાદમાં ધરપકડ કરાઇ હતી અને 1.6 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button