મુંબઈ એરપોર્ટ રૂ. 1.58 કરોડનું સોનું, 1.54કરોડના હીરા જપ્ત: ત્રણ પ્રવાસીની ધરપકડ…
મુંબઈ: મુંબઈમાં સોનું અને હીરાની દાણચોરીના કિસ્સા વધી રહ્યા હોઇ કસ્ટમ્સ વિભાગે શનિવારે મુંબઈ એરપોર્ટ પર રૂ. 1.58 કરોડનું સોનું અને રૂ. 1.54 કરોડના હીરા જપ્ત કરી ત્રણ પ્રવાસીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : આવતીકાલે પશ્ચિમ રેલવેમાં મેજર નાઈટ બ્લોક, જાણી લો ફટાફટ વિગતો
દુબઇથી ફ્લાઇટમાં મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવેલા પ્રવાસીને શંકાને આધારે આંતરવામાં આવ્યો હતો. તેની તપાશી લેવામાં આવતાં રૂ. 97 લાખનું સોનું મળી આવ્યું હતું, જે તેણે બેલ્ટ નજીક છુપાવી રાખ્યું હતું.
ફ્લાઇટમાંના સહપ્રવાસીના કહેવાથી તેણે આ કર્યું હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું હતું. સહપ્રવાસીએ પણ પોતાના નિવેદનમાં આ બાબત માન્ય કરતાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસ માટે આ છેલ્લી તક છે: જરાંગે પાટીલની સીધી ચેતવણી
દરમિયાન હોંગકોંગથી મુંબઈ આવેલા પ્રવાસી પાસેથી પણ દાણચોરીનો માલ જપ્ત કરાયો હતો, જેમાં રૂ. 61.38 લાખની સોનાની બંગડી, રૂ. 13.70 લાખની રોલેક્સ ઘડિયાળ અને રૂ. 1.54 લાખના હીરાનો સમાવેશ હતો. સોનું અને ઘડિયાળ પ્રવાસીએ પહેર્યાં હતાં, જ્યારે હીરા કપડામાં છુપાવવામાં આવ્યા હતા. આ પ્રકરણે પ્રવાસી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરાઇ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.