એરપોર્ટ પર પ્રવાસી પાસે 45 પ્રાણી મળ્યાં: ગૂંગળામણથી અમુકનાં મૃત્યુ | મુંબઈ સમાચાર

એરપોર્ટ પર પ્રવાસી પાસે 45 પ્રાણી મળ્યાં: ગૂંગળામણથી અમુકનાં મૃત્યુ

મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે શનિવારે પ્રવાસી પાસેથી ઇગુઆના, રેકૂન્સ સહિત 45 પ્રાણી જપ્ત કર્યાં હતાં.

થાઇ એરવેઝની ફ્લાઇટમાં શનિવારે વહેલી સવારે મુંબઇ એરપોર્ટ પર આવેલા પ્રવાસીને શંકાને આધારે આંતરવામાં આવ્યો હતો.

આપણ વાંચો: મુંદ્રા પોર્ટથી કસ્ટમ્સ વિભાગે જપ્ત કર્યો 110 કરોડનો પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો

કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ પ્રવાસીના સામાનની તલાશી લેતાં રેકૂન્સ, હાઇરેક્સિસ (જે સસલા જેવા દેખાય છે), કાળા શિયાળ અને ઇગુઆના સહિત 45 પ્રાણી મળ્યાં હતાં.

જોકે આમાંના અમુક પ્રાણીઓ ગૂંગળામણ અને તેમની તસ્કરી કરવાની રીતને કારણે મૃત્યુ પામ્યા હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું.

રેસ્કિંક એસોસિયેશન ફોર વાઇલ્ડલાઇફ વેલ્ફેરના નિષ્ણાતોએ પ્રાણીઓની સંભાળ લેવામાં મદદ કરી હતી. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની જોગવાઇઓ અનુસાર પ્રાણીઓને તેમના મૂળ દેશમાં પાછા મોકલવામાં આવશે, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button