મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ચલાવી શકે છે આટલા સ્ટેશન પર કાતર, શા માટે જાણો?
મુંબઇ: મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (MPCB) ના મત મુજબ અચોક્સ રિડિંગને કારણે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના પોર્ટલ પરથી 9 એર મોનિટરીંગ સ્ટેશનની બાદબાકી થઇ શકે છે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સની સ્વાયત્ત સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપીકલ મેટરોલોજી દ્વારા આ સ્ટેશન ચલાવવામાં આવી રહ્યાં છે.
તે પુન:માપાંકિત નહીં અને સ્થાનાંતરીત થશે ત્યાર બાદ જ તેને પોર્ટલ પર જોડવામાં આવશે એવી જાણકારી એક અધિકારીએ આપી હતી. આ સ્ટેશન અચોક્કસ રિંડીગ બતાવે છે તથા CPCB ની ગાઇડ લાઇન મુજબ સ્થિત પણ નથી તેથી તેને CPCB ના પોર્ટલ પરથી કાઢવામાં આવે તેવો પત્ર અમે બે અઠવાડિયા પહેલાં CPCB ને લખ્યો હતો. જોકે CPCB એ અમને આ ઇનએક્યુરેટ રિડીંગના પુરાવા આપવા કહ્યું હતું જે અમે એક અઠવાડિયા પહેલાં જ જમા કરાવ્યા છે. એમ આ અધિકારીએ ઉમેર્યુ હતું.
તેમણે વધુમાં કહ્યું કે, અધિકારીઓએ જ્યાં જ્યાં IITM ના સ્ટેશન છે એ નવે નવ સ્ટેશન પર ચકાસણી કરી હતી જેમાં આ નવ સ્ટેશન પર હવાની ગુણવત્તા અંગે અચોક્ક્સ માહિતી મળતી હોવાની વિગતો જાણવા મળી છે.
જે સ્ટેશનોને ખરેખર પોર્ટલ પરથી કાઢવાની જરુર છે અમે એવા નવે નવ સ્ટેશનનો રિપોર્ટ જમા કારવ્યો છે. કારણ કે આ ખોટાં રિપોર્ટને કારણે લોકોમાં કન્ફ્યુજન ઊભુ થઇ રહ્યું છે. તેથી આ ડેટા વહેલી તકે પોર્ટલ પરથી કાઢવાની માગણી અમે કરી છે.