મુંબઇઃ રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે ઘણી જ ગંભીર સ્થિતિ છે ત્યારે આમામ લે દેશની આર્થિક રાજધાની પણ કંઇ પાછળ નથી. મુંબઈમાં વાયુ પ્રદૂષણ છેલ્લા કેટલાક મહિનાઓથી ભયજનક સ્તરે પહોંચી ગયું છે. વાયુ પ્રદૂષણને કારણે શ્વસન સમસ્યાથી પિડાતા લોકો માટે મુંબઈની સર જેજે હોસ્પિટલમાં ઓપીડી વોર્ડ ખોલવામાં આવ્યો છે, એવી જાણકારી મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર હસન મુશ્રીફે બુધવારે આપી હતી.
હસન મુશ્રિફે જણાવ્યું હતું કે આ ઉપરાંત વાયુ પ્રદૂષણને કારણે શ્વસન સંબંધી સમસ્યાઓથી પીડિત લોકોની સંખ્યામાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તમામ મેડિકલ કોલેજોને પણ આ અંગે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
હોસ્પિટલ આવા દર્દીઓને દરરોજ સવારે 8 થી 12.30 વાગ્યા સુધી ઓપીડીમાં અને બાદમાં કેઝ્યુઅલી અથવા ઇમરજન્સી વોર્ડમાં શ્વાસની તકલીફની સારવાર માટે સારવાર આપશે. મુશ્રીફે સંબંધિત સત્તાવાળાઓને એક અલગ શ્વસન સમસ્યાઓની સારવાર માટેનું એકમ સ્થાપિત કરવા અને હોસ્પિટલમાં આવા દર્દીઓ માટે તમામ દવાઓ, માસ્ક અથવા સાધનોની ઉપલબ્ધતા માટે સંસ્થાકીય સ્તરે જરૂરી પગલાં સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તબીબી અધિકારીઓ શ્વાસ સંબંધી રોગોવાળા દર્દીઓના દૈનિક ડેટાનું સંકલન કરશે અને તેને તેમના ઉચ્ચ વિભાગોમાં સબમિટ કરશે અને જો દર્દીઓની સંખ્યા વધતી જણાશે, તો તેમને સમાવવા માટે હોસ્પિટલમાં વધુ વોર્ડ બનાવવામાં આવશે.
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે