આપણું ગુજરાતઆમચી મુંબઈ

Mumbai Ahmedabad Highwayનું કામ ‘ખરાબ’: આંદોલન કરીને સ્થાનિકોએ ભર્યું આ પગલું

મુંબઈઃ વસઈ-વિરાર અને આસપાસના વિસ્તારોમાંથી સેંકડો નાગરિકોએ સોમવારે મુંબઈ-અમદાવાદ હાઈ-વે (Mumbai Ahmedabad Highway) પર ખાનીવાડે ટોલ પ્લાઝા પર રોડના કામમાં કથિત ખરાબ કોન્ક્રીટાઇઝેશન અને ભ્રષ્ટાચાર સામે વિરોધ કરવા ટોલ વસૂલવાનું બળજબરીપૂર્વક બંધ કરાવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોની સાથે સ્થાનિક લોકોએ સોમવારે લગભગ પાંચ કલાક જેટલું આંદોલન કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ટ્રાફિકની જરૂરિયાતને પહોંચી વળવા માટે ડામર રોડ પૂરતો હતો ત્યારે વ્હાઇટ-ટોપિંગની જરૂર નહોતી. ઘોડબંદર રોડ અને પાલઘર વચ્ચેના આ ૩૫ કિલોમીટરના હાઇ-વે પર દરરોજ હજારો મોટરચાલકો અને બાઇકર્સ મુસાફરી કરે છે. ટ્રાફિક વ્યવસ્થાપનની ગેરહાજરીમાં આડેધડ કોન્ક્રિટિંગના કામને કારણે રસ્તા પર થયેલા વિવિધ અકસ્માતોમાં છેલ્લા છ મહિનામાં લગભગ ૧૦૦ લોકો મૃત્યુ પામ્યા છે.

આ પણ વાંચો : ચોમાસામાં મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર થશે મોટી મુશ્કેલીનું નિર્માણ, જવાબદાર આ લોકો હશે?

વિરોધીઓ ઈચ્છે છે કે ઉચ્ચ અધિકારીઓ પ્રોજેક્ટના કામની ગુણવત્તા અને ટ્રાફિક મેનેજમેન્ટ પર સમીક્ષા કરે અને કાર્યવાહી શરૂ કરે. તાજેતરમાં ભારે વરસાદ દરમિયાન નવા પુલની આસપાસની માટી ધોવાઈ જતાં ચાર ટ્રક રસ્તામાં ધસી ગઈ હતી. વિરોધનું નેતૃત્વ કરનાર વર્તકે સ્વીકાર્યું કે સોમવારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ ક્ષતિગ્રસ્ત રોડ પેચ ભરી દીધા અને લેન પર ટ્રાફિક સુવ્યવસ્થિત કર્યો હતો .

થાણે પ્રદેશના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના મેનેજર સુમિત કુમારે જણાવ્યું હતું કે આદર્શ રીતે કાર્યક્ષમ અને ગુણવત્તાયુક્ત કાર્ય કરવા માટે, રસ્તાના ત્રણ લેન ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. પરંતુ અમારી પાસે કામ માટે એટલી બધી લેન ઉપલબ્ધ નથી.

આ ઉપરાંત, કેટલાક લોકો બેરિકેડ્સ હટાવી દે છે અને પછી ભારે ટ્રાફિક તાજા બિછાવેલા વ્હાઇટ-ટોપિંગને નુકસાન પહોંચાડે છે. કોંક્રિટ વહન કરતી ટ્રકોએ દોઢ કલાકમાં કાર્યસ્થળ પર પહોંચવું પડે છે , પરંતુ ટ્રાફિક જામને કારણે તે થઈ શકતું નથી.

રૂ. ૫૫૩ કરોડના પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રમાં છ અંડરપાસ અને ૧૦ ફૂટ ઓવરબ્રિજને આવરી લેતા હાઇવેના ૧૨૦ કિલોમીટરના સ્ટ્રેચ પર એક સર્વે પ્રમાણે જૂના ડામરના પડ ખરાબ થઇ ગયા હોવાથી વ્હાઇટ-ટોપિંગ, તેમ જ સર્વિસ લેન બનાવવી, ક્રેશ બેરિયર્સ બનાવવા અને ૧૭ અકસ્માત સ્થળની દુરુસ્તી હાથ ધરવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા