
મુંબઇઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક મોટી દુર્ઘટના પ્રકાશમાં આવી છે. અહીંના ગિરગાંવ ચોપાટી સ્થિત ચાર માળની ઈમારતમાં શનિવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. BMC(બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં બે જણના મૃત્યુ થયા છે અને કેટલાક લોકો ફસાયા હોવાની શંકા સેવાઇ રહી છે.
આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 10 ગાડીને ઘટના સ્થળ પર રવાના કરવામાં આવી હતી. એમ જાણવા મળ્યુ છે કે આગ બિલ્ડિંગના ત્રીજા અને ચોથા મીળ સુધી સિમીત છે.
દરમિયાન બીએમસી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગિરગામ ચોપાટી વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હોવાની માહિતી મળી છે. આ દુર્ઘટનામાં બે જણના મોત થયા છે. ફાયર બ્રિગેડના જવાનોએ ત્રણ જણને સુરક્ષિત બહાર કાઢ્યા છે. જે બિલ્ડિંગમાં આગ લાગી છે તેનું નામ ગોમતી ભવન છે. મતી ભવનના બીજા અને ત્રીજા માળે રાત્રે લગભગ 9.30 કલાકે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હાલમાં જાણવા મળ્યું નથી.