આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈ 26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાએ કર્યા અનેક મોટા ખુલાસા, જાણો વિગતે…

મુંબઈ : મુંબઈના 26/11 હુમલામાં મહત્વની ભૂમિકા ભજવનાર તહવ્વુર રાણાએ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ દરમિયાન અનેક મોટા ખુલાસા કર્યા છે. એનઆઈડીની કસ્ટડીમાં રહેલા તહવ્વુર રાણાએ કબૂલ્યું છે કે તે
પાકિસ્તાન સેનાનો વિશ્વાસુ એજન્ટ હતો. તેમજ ખાડી યુદ્ધ દરમિયાન તેને સાઉદી અરેબિયા મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાણાએ એ પણ જણાવ્યું કે, લશ્કર-એ-તૈયબા માત્ર એક આતંકવાદી સંગઠન નથી પરંતુ જાસૂસી નેટવર્ક તરીકે કામ કરે છે. તેણે એ પણ સ્વીકાર્યું કે તેના મિત્ર અને સાથીદાર ડેવિડ હેડલીએ ઘણી વખત લશ્કર માટે તાલીમ લીધી હતી.

સંપૂર્ણપણે આતંકવાદી કાવતરાનો સામેલ
રાણાએ કહ્યું કે મુંબઈમાં તેની ઇમિગ્રેશન ફર્મનું કેન્દ્ર ખોલવાનો તેનો વિચાર હતો. તેનાથી સંબંધિત નાણાકીય વ્યવહારોને વ્યવસાયિક ખર્ચ તરીકે વર્ણવવામાં આવ્યા હતા. પરંતુ તેણે એ પણ સ્વીકાર્યું કે તે વર્ષ 2008 માં 26/11 ના હુમલા સમયે મુંબઈમાં હાજર હતો અને તે સંપૂર્ણપણે આતંકવાદી કાવતરામાં સામેલ હતો

કસ્ટડીમાં લેવાની તૈયારી
રાણાએ એ બાબતની પણ કબૂલાત કરી કે તેણે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જેવા સ્થળોની રેકી કરી હતી. પૂછપરછ દરમિયાન રાણાએ એ પણ સ્વીકાર્યું કે આ હુમલો પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઈ સાથે મળીને કરવામાં આવ્યો હતો. હવે મુંબઈ પોલીસ રાણાની ધરપકડ કરીને તેને કસ્ટડીમાં લેવાની તૈયારી કરી રહી છે. જેથી તપાસ આગળ વધારી શકાય.

તહવ્વુર રાણા હેડલીનો મિત્ર
તહવ્વુર રાણા 26 નવેમ્બર 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદી ડેવિડ હેડલીનો નજીકનો મિત્ર હતો. હેડલીની પૂછપરછ દરમિયાન રાણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 10 પાકિસ્તાની આતંકવાદીઓ અરબી સમુદ્ર દ્વારા મુંબઈ પહોંચ્યા હતા અને રેલ્વે સ્ટેશન, બે લક્ઝરી હોટલ અને એક યહૂદી કેન્દ્ર પર હુમલો કર્યો હતો. જેમાં લગભગ 60 કલાક સુધી ચાલેલા આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. તહવ્વુરરાણા પર હેડલી, લશ્કર-એ-તૈયબા, હરકત-ઉલ-જેહાદી ઇસ્લામી અને પાકિસ્તાન સાથે કાવતરું ઘડવાનો આરોપ છે.

આપણ વાંચો : તહવ્વુર રાણાના રિમાન્ડ ઓર્ડરમાં શું છે ઉલ્લેખ? જાણો 12 પાનાનો રિપોર્ટ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button