પાલિકાની ચૂંટણી પહેલાં ઠાકરે બંધુઓએ જે મુંબાદેવી મંદિરની મુલાકાત લીધી, એનો ઈતિહાસ જાણો છો?

મુંબઈઃ બીએમસી ઈલેક્શન પહેલાં ઠાકરે બંધુ એટલે કે શિવસેના (યુબીટી)ના ઉદ્ધવ ઠાકરે અને મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ મુંબઈના મુંબાદેવી મંદિરની મુલાકાત લીધી હતી. મુંબઈના ભૂલેશ્વર ખાતે આવેલું મુંબાદેવી મંદિર એ મુંબઈની ઓળખસમાન છે. મુંબઈ ફરવા આવનાર દરેક વ્યક્તિ મુંબાદેવીની મુલાકાત ચોક્કસ જ લે છે.
મુંબાદેવી પરથી જ માયાવી નગરી મુંબઈને મુંબઈ એવું નામ મળ્યું. શું તમને આ મુંબાદેવી મંદિર અને મુંબાદેવીના ઈતિહાસ વિશે જાણો છો? ચાલો તમને આજે આ વિશે જણાવીએ…
આપણ વાચો: BMCની મોટી જાહેરાતઃ મુંબઈના જાણીતા ત્રણ મંદિરોની કાયાપલટ કરાશે
મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીના એક દિવસ પહેલાં જ ઠાકરે બંધુઓ એટલે કે શિવસેના (યુબીટી)ના ઉદ્ધવ ઠાકરે અને મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ મુંબઈના મુંબાદેવી મંદિરની મુલાકાત લીધી હતી. આ સમાચાર બાદ જ મુંબાદેવી મંદિરનો ઈતિહાસ શું છે એ જાણવાની ઉત્સુક્તા સળવળી ઉઠી અને જે માહિતી સામે આવી એ ચોંકાવનારી છે.
મુંબઈ શહેરનું નામ ભૂલેશ્વર ખાતે આવેલા મુંબાદેવી પરથી મળ્યું એ વાત તો આપણે સૌ જાણીએ જ છીએ. જ્યારે મુંબાદેવી મંદિરના ઈતિહાસ વિશે ખાખાખોળા કરવાનું શરું કર્યું તો તેના મૂળિયા છેક 1675 સુધી લઈ ગયા. .
1675માં બોરી બંદર ખાતે કોળી માછીમારોએ મંદિરનું આ નિર્માણ કર્યું હતું. પરંતુ કુદરતી આપદાને કારણે આ મંદિર નષ્ટ થઈ ગયું હતું. ત્યાર બાદ 1737માં ભૂલેશ્વર ખાતે આ મંદિર ફરી બાંધવામાં આવ્યું હતું.
આપણ વાચો: સિનિયર સિટિઝન્સ માટે મુખ્ય પ્રધાન તીર્થદર્શન યોજનાનો આદેશ બહાર પડાયો
મુંબઈમાં શરૂઆતથી રહેતાં આગરી, કોળી બાંધવો અને ત્યાંના મૂળ રહેવાસી મુંબાદેવીને તેમની કુળદેવી માને છે. એક દંતકથા અનુસાર આ પ્રદેશમાં મુમ્બાર્ક નામના રાક્ષસનો ઉપદ્રવ હતો અને આ રાક્ષસને પરાજિત કરીને પ્રજાનું રક્ષણ કરવા માટે દેવી અષ્ટભૂજા હોય એવા દેવીના સ્વરૂપમાં પ્રગટ થયા.
બીજી એક દંતકથા અનુસાર મુંબાદેવીના રૂપમાં દેવી પાર્વતી જ છે. દેવી પાર્વતી તેમની શક્તિ પર લક્ષ કેન્દ્રિત કરવા માટે માચ્છીમાર સમાજમાં મતદ્યા તરીકે જન્મ લીધો. મુંબાદેવી એ મુંબઈ શહેરની રક્ષક છે એવી ભાવિકોમાં એક સર્વસામાન્ય માન્યતા છે. બસ ત્યારકથી જ આ મંદિર સ્થાનિક રહેવાસીઓ અને મુંબઈ આવનારા પર્યટકો માટે એક શ્રદ્ધાનું સ્થાન બની ગયું છે.
છે ને એકદમ ઈન્ટરેસ્ટિંગ ઈન્ફોર્મેશન? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો.



