ભાડૂત પાસેથી પણ કમાણી કરશે અંબાણી
વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બનશે મુકેશ અંબાણીના ભાડૂત
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી રોજની કરોડો રૂપિયાની કમાણી કરે છેો, પણ શું તમને ખબર છે કે તેમની પાસે ભાડાની પણ આવક છે? કદાચ નહીં જાણતા હો. તો ચાલો તમને જણાવીએ કે એમના ભાડૂત કોણ છે અને એમની પાસેથી તેમને કેટલી કમાણી થાય છે.
મુકેશ અંબાણી, મુંબઈમાં તેમનો આગામી મોટો પ્રોજેક્ટ – ભારતનો સૌથી મોટો લક્ઝરી મોલ – લોન્ચ કરવા માટે તૈયાર છે. આ મોલ જિયો વર્લ્ડ પ્લાઝા તરીકે ઓળખાશે. આ મોલ જિયો વર્લ્ડ પ્લાઝા મુંબઈ – બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)ના સૌથી પોશ વિસ્તારમાં આવેલો છે. અહેવાલો અનુસાર, ઘણી લક્ઝરી બ્રાન્ડ્સે તેમના નવા સ્ટોર્સ માટે ઘણી દુકાનો લીઝ પર લીધી છે. તેમાંથી એક બર્નાર્ડ આર્નોલ્ટ હશે, જે વિશ્વના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. બર્નાર્ડ આર્નોલ્ટ ભારતમાં મુકેશ અંબાણીના ભાડૂત હશે. જેના માટે તે મુકેશ અંબાણીને દર મહિને 40 લાખ રૂપિયાથી વધુનું ભાડું ચૂકવશે.
તમને જાણકારી માટે કે બર્નાર્ડ આર્નોલ્ટ મલ્ટિ નેશનલ કંપની LVMH Moët Hennessy Louis Vuittonના સીઇઓ છે. આ એક એક ફ્રેન્ચ બહુરાષ્ટ્રીય કંપની છે જે લક્ઝરી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. LVMH ની પ્રીમિયમ બ્રાન્ડ્સમાં લુઈસ વીટન, ટિફની એન્ડ કંપની, ડાયો, ગિવેન્ચી, ટેગ હ્યુઅર અને બુલ્ગારી સહિત અન્ય ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે.
Louis Vuittonએ મુકેશ અંબાણીના Jio વર્લ્ડ પ્લાઝામાં ચાર દુકાનો લીઝ પર લીધી છે. જ્યાં તે પોતાનો નવો સ્ટોર ખોલશે. આ દુકાનોનો કુલ વિસ્તાર લગભગ 7,365 ચોરસ ફૂટ છે. રિપોર્ટ અનુસાર આ ભારતનો સૌથી મોટો સ્ટોર હશે. અહેવાલ મુજબ Louis Vuitton મુકેશ અંબાણીને દર મહિને 40, 50 લાખ રૂપિયા ભાડા તરીકે આપશે.
નોંધનીય છે કે ભારતમાં અત્યાર સુધી Louis Vuittonના ત્રણ સ્ટોર છે. મુંબઈમાં તાજમહેલ પેલેસ અને ટાવરમાં એક સ્ટોર છે. બીજો સ્ટોર યુબી સિટી, બેંગ્લોરમાં આવેલો છે. ત્રીજો સ્ટોર નવી દિલ્હીમાં DLF એમ્પોરિયોમાં આવેલો છે.આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રિશ્ચિયન ડાયરે Jio વર્લ્ડ પ્લાઝામાં 3,317 સ્ક્વેર ફૂટના બે યુનિટ 21.56 લાખ રૂપિયાના માસિક ભાડા પર લીઝ પર લીધી છે.આ ઉપરાંત બરબેરી, ગુચી, કાર્ટિયર, બલ્ગારી, IWC શૈફહૌસેન અને રિમોવા જેવી પ્રિમીયમ બ્રાન્ડ્સ પણ Jio વર્લ્ડ પ્લાઝામાં દુકાનો ભાડા પર લેવા સંમત થઇ છે.