સચિન તેંડુલકરે તેના પરિવાર સાથે મુકેશ અંબાણીના ઘરે બાપ્પાના દર્શન કર્યા!
મુંબઇઃ મહારાષ્ટ્ર રાજ્યમાં 10 દિવસનો ગણેશોત્સવ ચાલી રહ્યો છે. નેતાઓ, અભિનેતાઓ, પ્રખ્યાત ઉદ્યોગપતિઓના ઘરે બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમના પરિવાર સાથે બાપ્પાનું તેમના ઘરે સ્વાગત કર્યું હતું. આ ખાસ પ્રસંગ માટે એન્ટિલિયા નિવાસસ્થાનને શણગારવામાં આવ્યું હતું. બાપ્પાના દર્શન કરવા અનેક નામી હસ્તીઓ અને મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
બોલિવૂડ અને ક્રિકેટની અનેક હસ્તીઓએ મુકેશ અંબાણીના નિવાસસ્થાને ગણપતિ પૂજામાં ભાગ લીધો હતો અને ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે રીતસરની લાઇન લગાવી હતી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર પત્ની અંજલિ, પુત્રી સારા અને પુત્ર અર્જુન સાથે ગણેશ ચતુર્થીની ઉજવણીમાં હાજરી આપવા માટે મુંબઈમાં મુકેશઅંબાણીના ‘એન્ટિલિયા’ નિવાસસ્થાને ગયા હતા. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વીડિયોમાં સચીન તેંડુલકર તેમના પરિવાર સાથે જોવા મળી રહ્યા છે. બધાએ ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યા છે. સારા તેંડુલકર તેની ઇન્ડો-વેસ્ટર્ન લૂક આપતી સાડીમાં સુંદર લાગી રહી છે.
ગણપતિ બાપ્પાની પૂજા દરમિયાન નીતા અંબાણી દીકરી ઈશા સાથે જોવા મળી હતી. આ સમયે અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ પણ હાજર હતા. આ ખાસ સમારોહમાં બધાએ ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો હતો. મુકેશના ભાઈ અનિલ અંબાણી તેમની પત્ની ટીના સાથે પણ ગણપતિ બાપ્પાના દર્શન કરવા આવ્યા હતા.
કેટરિના કૈફ, કાજોલ માધુરી દીક્ષિત, સુનીલ શેટ્ટી, વિકી કૌશલ, આમિર ખાન, અનિલ કપૂર, એશા કોપ્પીકર, અનુ મલિક, વિદ્યા બાલન પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે અહીં પહોંચ્યા. રણબીર કપૂર અહીં આલિયા ભટ્ટ સાથે પહોંચ્યો હતો. ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ આ ખાસ પૂજાનો ભાગ હતો.
ક્રિકેટર પાર્થિવ પટેલ અને હાર્દિક પંડ્યા પણ ગણપતિના આશિર્વાદ લેવા પહોંચ્યા હતા.