
મુંબઈ : અમેરિકાની વ્હર્લપુલ કંપનીના ભારતીય યુનિટને ખરીદવા મુદ્દે માહિતી પ્ર્કાશમાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેને ખરીદવાની રેસમાંથી બહાર થઈ છે. આ ઉપરાંત ટીપીજી, કેકેઆર અને હવેલ્સ પણ આ રેસમાં નથી જયારે હોમ એપ્લાઈન્સ બનાવનારી વ્હર્લપુલ કંપનીના ભારતીય યુનિટ માટે હવે માટે ઈકયુટી અને બેન કેપિટલ વચ્ચે સ્પર્ધા રહી છે. ઓગસ્ટ મહિનો કંપનીની બોલી લગાવવાનો આખરી મહિનો છે.
વ્હર્લપુલ કંપનીનું માર્કેટ કેપ 18,116 કરોડ રૂપિયાની આસપાસ
વ્હર્લપુલ કંપની ભારતીય યુનિટની 31 ટકા હિસ્સેદારી વેચવા માંગે છે. એશિયામાં ભારત તેનું સૌથી મોટું માર્કેટ છે. કંપની તેનો 20 ટકા હિસ્સો પોતાની પાસે રાખવા માંગે છે. ભારતમાં વ્હર્લપુલની ભાગીદારી વ્હર્લપુલ મોરીશસના માધ્યમથી છે. આ કંપનીની હિસ્સેદારી ખરીદવા માટે રિલાયન્સ અને હવેલ્સે શરુઆતમાં રસ દાખવ્યો હતો. જોકે, આ અંગે વ્હર્લપુલ કંપનીએ સત્તાવાર રીતે કશું જણાવ્યું નથી. બીએસઈમાં મંગળવારે વ્હર્લપુલ કંપનીનું માર્કેટ કેપ 18,116 કરોડ
રૂપિયા હતું.
5110 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના
વ્હર્લપુલ કંપનીએ ભારતીય યુનિટને વેચવાનો નિર્ણય વર્ષ 2022 માં કર્યો હતો. તે સમયે કંપનીને રૂપિયા 1.5 અરબ ડોલરનું નુકસાન થયું હતું. અમેરિકામાં વ્હર્લપુલ, કિચનએડ અન મેયટેગ બ્રાંડ પ્રખ્યાત છે. જોકે, કંપનીએ કહ્યું છે આ
વર્ષના અંત સુધી લગભગ 31 ટકા ભાગીદારી વેચીને 550 -600 મિલીયન ડોલર એટલે જે 5110 કરોડ રૂપિયા એકત્ર
કરવા માંગે છે. આ પ્રકિયા એપ્રિલ માસથી શરુ કરવામાં આવી છે.