આમચી મુંબઈનેશનલમનોરંજન

Mukesh Ambaniએ કોના માટે ઉચ્ચારી સાવધ રહેવાની ચેતવણી?

દેશ જ નહીં પણ એશિયાના ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)એ Relianceની માલિકીની પેટા કંપની Jioના યુઝર્સને લઈને ચેતવણી ઉચ્ચારી છે. તેમણે યુઝર્સને મોકલવામાં આવતા કોલ્સ અને મેસેજને લઈને એલર્ટ રહેવાનું જણાવતા મેસેજ મોકલ્યા છે. ચાલો જોઈએ શું છે આ મેસેજમાં-

ભારતમાં જિયો યુઝર્સની સંખ્યા ખૂબ જ વધારે છે અને જિયોએ પોતાના યુઝર્સને કેટલાક ખાસ નંબર પરથી આવનારા કોલ્સ અને મેસેજથી સાવધ રહેવાની ભલામણ કરતો મેસેજ મોકલ્યો છે. રિલાયન્સ જિયોએ પોતાના યુઝર્સને મોકલેલા મેસેજમાં +92થી શરૂ થતાં નંબર પરથી આવતા કોલ્સ અને મેસેજથી સાવધ રહેવાની ભલામણ કરી છે.

મેસેજમાં આગળ જણાવવામાં આવ્યું છે કે +92થી શરૂ થતાં નંબર પરથી મેસેજ મોકલનાર વ્યક્તિ તમને તે પોલીસ હોવાનું જણાવશે. જો તમને પણ આ નંબર પરથી કોલ આવે તો 1930 પર ફોન કરીને ફરિયાદ નોંધાવો. આ નંબર પરથી ખોટા દાવા કરનારા ફોન આવે તો તરત જ cybercrime.gov.in પર પણ જઈને સાઈબર ક્રાઈમ સંબંધિત ફરિયાદ નોંધાવો એવું પણ જિયોએ મેસેજમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Nita Ambaniની કરોડોની ડાયમંડ રિંગ અને અંબોડામાં 20 કેરેટની ડાયમંડ એસેસરીઝ, કિંમત એટલી કે…

આ નંબર પરથી ફોન કરનાર પોલીસ અધિકારી હોવાનું જમાવીને લોકો પાસેથી તેમની પર્સનલ માહિતી, પાસવર્ડ, ઓટીપી, કાર્ડ નંબર જેવી માહિતી મેળવીને છેતરપિંડી કરે છે, બેન્ક એકાઉન્ટ ખાલી કરી શકે છે.

આ સિવાય જો તમને આવો ફોન આવે તો પહેલાં એ વ્યક્તિ પાસેથી બેચ નંબર, ડિપાર્ટમેન્ટનું નામ, ફોન નંબર પુછો. ત્યાર બાદ ઓફિશિયલ સાઈટ્સ પરથી આ માહિતી વેરિફાઈ કરો, સોશિયલ સિક્યોરિટી નંબર, બેંક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડની માહિતી ફોન પર આપવાનું ટાળો. જો તમને કોઈ પણ જરા પણ શંકા પડે તો અધિકૃત પોલીસ અધિકારીઓનો સંપર્ક સાધીને આ બાબતની માહિતી આપો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત