આમચી મુંબઈ

Good News: મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે મિસિંગ લિંકનું ઓગસ્ટ સુધી થશે પૂરું…

પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી મુંબઈ-પુણે વચ્ચેનો મુસાફરીનો સમય અડધો કલાક ઘટશે

મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) એ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખોપોલી અને કુસગાંવ વચ્ચે ૧૯.૮૦ કિમી લાંબી નવી લેન (મિસિંગ લિંક) નું કામ હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટનું ૯૩ ટકા કામ પૂર્ણ થઈ ગયું હોવાથી બાકીનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

Also read : ૪.૩ લાખથી વધુ પાક વીમા અરજી અસંગતતાને કારણે નકારી કાઢીઃ કૃષિ મંત્રી…

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન અજિત પવારે માહિતી આપી હતી કે બાકીનું કામ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. એકવાર આ હાઇ-વે સેવામાં આવી ગયા પછી, મુંબઈ અને પુણે વચ્ચેનો મુસાફરીનો સમય ૨૦થી ૨૫ મિનિટ ઘટશે.

છ લેનવાળા મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર લાખો વાહનો દોડી રહ્યા છે અને આ હાઇવે પણ હવે અપૂરતો લાગી રહ્યો છે. બીજી તરફ, અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે, જેને ધ્યાનમાં રાખીને એમએસઆરડીસી એ ખોપોલી અને કુસગાંવ વચ્ચે ૧૯.૮૦ કિમી લાંબો નવો રસ્તો બનાવવાનો નિર્ણય લીધો અને સાથે જ હાઇવેના આઠ લેન વિસ્તરણનો પણ નિર્ણય લીધો છે.

Also read : હવે ઉદ્ધવ ઠાકરે ચાલ્યા પિતાના રસ્તેઃ સેનાભવનમાં હાજરી લગાવવાનું આ નેતાઓને કર્યું ફરમાન

એમએસઆરડીસીના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટનું ૯૩ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ફક્ત કેબલ-સ્ટેડ બ્રિજનું કામ બાકી છે. આ પ્રોજેક્ટની ૧.૭૫ કિમી અને ૮.૯૨ કિમી ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે. દરમિયાન, ૮.૯૨ કિમી લાંબી ટનલ એશિયાની સૌથી પહોળી છે, જે પર્વતો અને તળાવોની નીચેથી પસાર થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button