આમચી મુંબઈ
સાંસદો સસ્પેન્ડ મહારાષ્ટ્રમાં ઠેરઠેર કૉંગ્રેસના દેખાવો
સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષના કુલ ૧૪૬ સાંસદને સસ્પેન્ડ કરવાના વિરોધમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. ૧૪૬ સાંસદમાં લોકસભાના ૧૦૦ અને રાજ્યસભાના ૪૬ સભ્યનો સમાવેશ થાય છે. મુંબઈમાં ઘાટકોપર, સાયન કોલિવાડા, તાડદેવ, સાંતાક્રૂઝ અને કાંદિવલીમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. (પીટીઆઇ)