આમચી મુંબઈટોપ ન્યૂઝ

શિવાજી પાર્કમાં લાલ માટીને ઊડતી રોકવા પ્રદૂષણ બોર્ડની આકરી માર્ગદર્શિકા…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે (એમપીસીબી)મુંબઈ મહાનગરપાલિકાને દાદર-શિવાજી પાર્કમાં ઊડતી ધૂળને (લાલ માટી)ને નિયંત્રણમાં લાવવા માટેની આકરી માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. એ સાથે જ આ ગ્રાઉન્ડની દેખરેખ કરવા માટે એક નિષ્ણાત વ્યક્તિની તાત્કાલિક ધોરણે નિમણૂક કરવાની સૂચના પણ આપી છે.

Also read : મુંબઈગરાઓ માટે ‘જાન્યુઆરી’ સૌથી રહ્યો ગરમ મહિનો, રેકોર્ડ તૂટ્યા

એમપીસીબી પાલિકાને એક પત્ર લખ્યો છે, જેમાં મેદાનમાં કોઈ પણ પ્રકારના પંડાલના બાંધકામ માટે ખોદકામ કરવાની મંજૂરી કોઈ રાજકીય પાર્ટી, એજન્સી આપવી નહીં એવી ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી છે, સાથે જ મેદાનમાં ઉપલબ્ધ રહેલી માટીની ગુણવત્તા તપાસીને તેના યોગ્ય રીતે વધી શકે તે પ્રકારનું ઘાસ ઉગાડવું, જે માટી પર છવાઈ જાય અને ત્યારબાદ આગામી મહિનાભરમાં તેનું નિરીક્ષણ કરીને એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં તેનો રિપોર્ટ સુપરત કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.

સોમવારે એમપીસીબીના મુંબઈના રિજનલ ઓફિસર રવિન્દ્ર આંધળેએ પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પર્યાવરણ) વિભાગને લેખિતમાં આદેશ આપ્યો હતો. આ પત્રમાં એમપીસીબીએ ઉલ્લેખ કર્યો હતો કે શિવાજી પાર્કમાંથી લાલ માટી દૂર કરવી શક્ય નથી.

તે થઈ પાલિકાએ અહીં જમીનને યોગ્ય હોય તે મુજબનું ઘાસ ઉગાડવું જેના મૂળિયા જમીનમાં ઊંડે સુધી જાય અને સાથે જ પવનથી ઊડતી ધૂળને રોકવા માટે જમીનની આજુબાજુ સ્થાનિક પ્રજાતિના મોટા વૃક્ષોનું પણ વાવેતર કરવું જોઈએ. તે માટે પ્રોફેશનલ ક્યુરેટરની નિમણૂક પણ કરવી. એક મહિનાની અંદર ઘાસ ઊગવું જોઈએ અને તેના પરિણામને આધારે ચોમાસા પહેલા ક્રિકેટ પીચ વિસ્તાર સિવાય સમગ્ર પાર્કમાં સંપૂર્ણ પાયે ઘાસનું વાવેતર કરવાનું રહેશે.

Also read : દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા નવેસરથી ટેન્ડર પ્રક્રિયા

પાલિકાએ સ્થાનિક રહેવાસીઓ, સ્પોર્ટસ્ ક્લબ અને પર્યાવરણીય અધિકારી સહિત તમામમ સંબંધિતોને મેદાન માટે જે ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી છે, તેના વિશે જાણ કરવાની રહેશે. એમપીસીબીએ પાલિકાને ઘાસના વાવેતર માટે શુદ્ધ કરેલા ગટરનાં પાણીનો ઉપયોગ કરવાની સૂચના પણ આપી છે. જોકે આવશ્યકતા હોય તો પાણીની ઉપલબ્ધતા માટે શિવાજી પાર્કમાં એક નાનો સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ ઊભો કરવાની સૂચના આપી છે.

એમપીસીબીએ પાલિકાને એવી ચેતવણી પણ આપી છે કે નિર્ધારિત સમયગાળામાં આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું નહીં તો નિયમ મુજબ કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર પાલિકા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Also read : મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં ઠંડી કે ગરમી કોનું પલડું રહેશે ભારી..જાણો…

આ દરમિયાન પાલિકાએ આઈઆઈટી બોમ્બેના એન્વાયરમેન્ટલ સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસરની સલા લીધી છે, જેમાં તેમણે માટીને દૂર નહીં કરતા અહીં ઝાડનું વાવેતર (હરિયાળી) કરવાની સૂચના આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button