આમચી મુંબઈ

રેલવેમાં `એડીએએસ’ અંગે મોટરમેનોનો અણગમો

એકાગ્ર ચિત્તે કામ કરવામાં ખલેલ પહોંચતું હોવાનો દાવો

મુંબઈ: ઉપનગર લોકલ ટે્રનોની મોટરમેન કેબિનમાં બેસાડવામાં આવેલી એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (એડીએએસ) નામના ઉપકરણની અજમાયશ અંગે મોટરમેનોએ અણગમો વ્યક્ત કર્યો છે. આ નવા ઉપકરણથી તેમને એકાગ્ર ચિત્તે કામ કરવામાં ખલેલ પહોંચે છે એવો દાવો કરી આવતા અઠવાડિયે વિરોધ પ્રદર્શનની ચીમકી આપી છે. મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું હતું કે ટે્રન ચલાવતી વખતે મોટરમેન કશુંક ખાતા હોવાનું પરીક્ષણ દરમિયાન જોવા મળ્યું હતું અને ટે્રન જોખમી રીતે સિગ્નલ વટાવી જવાના તેમજ લાલ સિગ્નલ હોવા છતાં ટે્રન આગળ ચલાવવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું.મધ્ય રેલવેના સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર એડીએએસ એકથી વધુ કામ પાર પાડે છે જેમાં ટે્રનનું ચોક્કસ લોકેશન જાણવા માટે જીપીએસ સિસ્ટમ છે, ટે્રન હંકારી રહેલા મોટરમેન પર દેખરેખ રાખવા આગળ અને પાછળની બાજુએ કેમેરા છે. આ ઉપકરણ પ્રાયોગિક ધોરણે બેસાડવાના આવ્યું છે. ટે્રનોની સલામતી વધારવાનો હેતુ છે અને ટે્રન સિગ્નલનો ભંગ કરે છે કેમ એ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ સિવાય મોટરમેન કેબિનમાં અન્ય કોઈને પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. જોકે, એડીએએસ ઉપકરણનો મોટરમેનોએ વિરોધ કર્યો છે.

પનવેલ રેલવે સ્ટેશન પર લોકલનું ઓવરશૂટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પનવેલ-સીએસએમટી લોકલ ટે્રન પ્લેટફોર્મ પર તેના નિર્ધારિત હોલ્ટ કરતાં આગળ નીકળી ગઈ હોવાની ઘટના શુક્રવારે મધ્ય રેલવેની હાર્બર લાઈન પર બની હતી. આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નહોતી. પરંતુ આને કારણે સ્ટેશન પર અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો અને બાદમાં આ લોકલ સીએસએમટીની દિશામાં રવાના કરવામાં આવી હતી.
મધ્ય રેલવે પર હાર્બર લાઈન પર ખાંદેશ્વર સ્ટેશન પર બપોરે ચાર વાગ્યે પનવેલ-સીએસએમટી લોકલ તેના નિર્ધારિત સ્થળે ઊભી ન રહેતાં એક કોચ આગળ જઈને ઊભી રહી હતી. લોકલ ટે્રન ઓવરશૂટ થતાં ટે્રનમાં ચઢવા ઉભેલા પ્રવાસીઓમાં દોડ-ભાગ મચી ગઈ હતી. બપોરના સમયે નીકળેલી આ ટે્રન રવાના થઈ હોવાને કારણે એમાં ભીડ જોવા મળી નહોતી પણ પ્લેટફોર્મ પર અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો.
મધ્ય રેલવેના અધિકારીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે નિર્ધારિત સ્થળે લોકલ ટે્રન ઊભી રાખવા માટે મોટરમેન દ્વારા બ્રેક લગાવવામાં આવી હતી, પણ બ્રેક લાગી નહોતી, એવો દાવો સંબંધિત મોટરમેન દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રકરણે મોટરમેનનું નિવેદન નોંધીને રેલવે દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button