જમીનના સોદામાં કોન્ટ્રેક્ટર સાથે છ લાખની છેતરપિંડી: માતા-પુત્ર સામે ગુનો

થાણે: થાણે જિલ્લામાં જમીનના સોદામાં કોન્ટ્રેક્ટર સાથે છ લાખ રૂપિયાની છેતરપિંડી આચરવાના આરોપસર માતા-પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મીના મહેન્દ્ર મ્હાત્રે અને તેના પુત્ર મનીષે જુલાઇ, 2018માં ફરિયાદી કોન્ટ્રેક્ટરનો સંપર્ક સાધ્યો હતો અને તેમની પૈતૃક જમીનનો એક ભાગ વેચવાની તેને ઓફર કરી હતી.
આપણ વાંચો: રાતમાં સાયબર ક્રાઇમ્સમાં 41 ટકાનો વધારો: છેતરપિંડીના કેસમાં ૮૦ ટકાનો વધારો
બંનેએ સાત વર્ષમાં ફરિયાદી પાસેથી રોકડ તથા ચેકથી છ લાખ રૂપિયા લીધા હતા અને ભાયંદર ખાતે સાત લાખ રૂપિયાના પ્લોટના વેચાણ દસ્તાવેજો કરાવવાની ખાતરી આપી હતી.
જોકે તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે આરોપીઓએ એ પ્લોટ અગાઉથી પોતાના એક સંબંધીને ટ્રાન્સફર કરી દીધો હતો.
દરમિયાન કોન્ટ્રેક્ટરે આ પ્રકરણે માતા-પુત્ર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે તેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)