આમચી મુંબઈમહારાષ્ટ્ર

જલગાંવના મંદિર-મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટનો મુસ્લિમ પક્ષને આંચકો, મસ્જિદની ચાવી સરકાર પાસે રહેશે

મહારાષ્ટ્રના જલગાંવમાં ચાલી રહેલ મસ્જિદ-મંદિર વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે હવે આદેશ આપ્યો છે કે જલગાંવના એરંડોલ તાલુકામાં આવેલી મસ્જિદની ચાવી નગર પરિષદ પાસે રહેશે. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે સ્થાનિક કાઉન્સિલ સવારની નમાઝ શરૂ થવાના થોડા સમય પહેલા ગેટ ખોલવા માટે એક અધિકારીની નિમણૂક કરશે, જે નમાઝ અદા થાય ત્યાં સુધી તેને ખુલ્લો રાખશે.

જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચ બોમ્બે હાઈકોર્ટના આદેશ સામે જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ કમિટીની અપીલને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે ટ્રસ્ટને જલગાંવ મસ્જિદની ચાવી કાઉન્સિલને પરત કરવાનો આદેશ આપ્યો હતો. વધુમાં, કોર્ટે ચુકાદો આપ્યો છે કે મસ્જિદ પરિસર આગળના આદેશો સુધી વક્ફ બોર્ડ અથવા અરજદાર દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.


હિન્દુ જૂથ પાંડવવાડા સંઘર્ષ સમિતિએ દાવો કર્યો છે કે મસ્જિદ એક મંદિર છે અને સ્થાનિક મુસ્લિમ સમુદાય દ્વારા તેના પર અતિક્રમણ કરવામાં આવ્યું છે. કલેકટરે વચગાળાનો આદેશ પસાર કરીને લોકોને ઉલ્લેખિત મસ્જિદમાં નમાજ પઢતા અટકાવ્યા હતા. તેમજ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ કમિટીને મસ્જિદની ચાવી એરંડોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને સોંપવા સૂચના આપવામાં આવી હતી. કલેક્ટરના આદેશ સામે ટ્રસ્ટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે આ આદેશ પર સ્ટે આપ્યો હતો. પરંતુ બાદમાં હાઈકોર્ટે ટ્રસ્ટને કાઉન્સિલને ચાવીઓ સોંપવાનો નિર્દેશ આપ્યો હતો.


સર્વોચ્ચ અદાલતે નોટિસ જારી કરીને આ ચાવીઓ પરત કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, હવે સુપ્રીમ કોર્ટે મસ્જિદની ચાવી મ્યુનિસિપલ કાઉન્સિલ પાસે રાખવાનો આદેશ આપ્યો છે.


એમ કહેવાય છે કે પાંડવોએ તેમના વનવાસદરમિયાન કેટલાક વર્ષો અહીં એરાંડોલ વિસ્તારમાં આવેલા પાંડવવાડા ખાતે વિતાવ્યા હતા. અહીં બનેલા હિંદુ અને જૈન મંદિરોની જેવી રચનાઓ 800-1000 વર્ષ જૂની છે. હિંદુઓની ગંભીર ઉદાસીનતાને કારણે 125 વર્ષ પહેલા મુસ્લિમોએ ધીરે ધીરે અહીં અતિક્રમણ કરવાનું શરૂ કર્યું અને તેને વકફ મિલકત તરીકે જાહેર કરીને મસ્જિદ બનાવી દીધી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button