આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના આ શહેરમાં 3,000થી વધુ લોકોને થયું ફૂડ પોઈઝનિંગ, જાણો કારણ?

મુંબઈ: મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના કોષ્ટેવાડી ગામમાં મંગળવારે રાતે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આવેલા ભક્તોને સાબુદાણાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો પણ આ પ્રસાદને લીધે ત્રણ હજાર જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગ થયું હોવાની ચોંકાવનારી ઘટના બની હતી.

ત્રણ હજાર જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગ થવાની ઘટનાને લઈને આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે આ કાર્યક્રમમાં પાંચ હજાર કરતાં વધુ લોકો આવ્યા હતા. આ કાર્યક્રમમાં કોષ્ટેવાડી સાવરગાંવ, હરણવાડી, પેન્ડુ, સાદપુર વગરે ગામમાંથી હજારોની સંખ્યામાં ભક્તો આવ્યા હતા.

આ દરમિયાન ત્રણ હજાર જેટલા ભક્તોને પ્રસાદની લાણી કરવામાં આવી હતી, પણ પ્રસાદ ગ્રહણ કર્યાના થોડા સમય પછી લોકોને ચક્કર અને ઉલ્ટી આવવી સહિત અન્ય તકલીફની વાત કરી હતી.

પ્રસાદ લીધા પછી લોકોને આ પ્રકારના લક્ષણો જાણતા તેમણે નાંદેડના સરકારી હૉસ્પિટલ અને બીજી નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલના તબક્કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે, એવો પ્રશાસન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. મંગળવારે રાતના ત્રણ વાગ્યે હૉસ્પિટલમાં ફૂડ પોઇઝનિંગ તકલીફ લઈને અન્ય દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા.

આ બાબતે હૉસ્પિટલના ડોક્ટરે કહ્યું હતું કે ફૂડ પોઇઝનિંગને લીધે હજી સુધી કોઈનું મૃત્યુ થયું નથી, અને તેમની હાલત હવે સ્થિર છે. આ ઘટના પછી ડોક્ટર અને નર્સની અનેક ટીમને ગામમાં રવાના કરવામાં આવી હતી, અને પ્રસાદના સેમ્પલ્સ લઈને તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે તેમ જ જિલ્લાના સરકારી અધિકારીઓની સાથે આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button