બુલઢાણામાં ૩૦૦થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર
ડૉક્ટરો ગેરહાજર, રસ્તા પર દર્દીઓ, રસ્સી પર લટકાવ્યા ગ્લુકોઝના બાટલા
બુલઢાણા: મહારાષ્ટ્રના બુલઢાણામાં ૩૦૦થી વધુ દર્દીઓને એક ધાર્મિક કાર્યક્રમના આયોજનમાં પીરસવામાં આવેલું ભોજન ખાઈને ખોરાકી ઝેરની અસર થઇ હતી.
આ ઘટના બાબતે મળી રહેલી માહિતી પ્રમાણે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં તેમને તરત જ સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીમાર પડેલાં દર્દીઓના પરિવારજનો દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે હૉસ્પિટલમાં આ દર્દીઓની સારવાર માટે કોઈ ઉચિત વ્યવસ્થા કરવામાં નહોતી આવી. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે હૉસ્પિટલમાં પણ કેટલાય દર્દીઓને આ રીતે જમીન પર જ સુવડાવવામાં આવ્યા હતા. જ્યારે ૩૦૦ જેટલા દર્દીઓને બહાર રસ્તા પર જ સારવાર આપવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળ્યું હતું કે રસ્તા પર જે રીતે દર્દીઓની સારવાર કરવામાં આવી રહ્યા છે અને એ સમયે રસ્તા પર તેમના પરિવારજનોની ભીડ જોવા મળી રહી હતી. દર્દીઓના પરિવારજનોએ સ્થાનિક પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ દર્દીઓને લઈને હૉસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે ત્યાં ડૉક્ટર પણ હાજર નહોતા. થોડા સમય બાદ પણ જ્યારે ડૉક્ટર હાજર ન થયા તો પરિવારજનોએ પ્રાઈવેટ ડૉક્ટર બોલાવ્યા હતા. ઉ