પશ્ચિમ રેલવેમાં સોમવારથી વધુ 17 એસી ટે્રનો દોડશે
દહાણુ-અંધેરી લોકલ ચર્ચગેટ સુધી લંબાવાશે
મુંબઇ: એસી લોકલ ટે્રનોમાં વધતી મુસાફરીને લીધે પશ્ચિમ રેલવે દ્વારા આ 6 નવેમ્બરથી મુંબઈ ઉપનગરીય વિભાગોમાં એસી લોકલ ટે્રનોમાં સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે લાઇન પર 17 નવી એસી ટે્રનો શરૂ કર્યા બાદ કુલ ટે્રનોની સંકયા 96 પહોંચી થશે. દહાણુ લોકલ જે અંધેરી સુધી દોડાવવામાં આવતી હતી તેને હવે ચર્ચગેટ સ્ટેશન દોડાવવાનો નિર્ણય રેલવે પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવે દ્વારા જારી કરવા આવેલી યાદી મુજબ એસી લોકલ ટે્રનોમાં પ્રવાસીઓની વધારો થયો છે. તેથી, ટે્રનોમાં થતી ભીડને ઘટાડવા 17 નવી એસી ટે્રનો દોડાવવામાં આવશે. આ નવી જારી કરેલી ટે્રનોને સોમવારથી શુક્રવાર સુધી એસી ટે્રનો તરીકે દોડાવવામાં આવશે અને શનિવાર અને રવિવારે નોન-એસી ટે્રન તરીકે સેવામાં કાર્યરત રહેશે. લોકલ ટે્રનોના સમયમાં કોઈપણ જાતનો કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ટે્રન નંબર ડીમેન
93004/ડીમેન 93007 જે હાલમાં દહાણુ રોડ અને અંધેરી સ્ટેશનો વચ્ચે ચલાવવામાં આવી રહી છે તેને ચર્ચગેટ સ્ટેશન સુધી ચલાવવામાં આવશે જેથી કેટલીક ઉપનગરીય ટે્રનોના સમયમાં ફેરફાર કરવામાં આવશે.
આ અંગે વધુમાં જાણવા મળ્યું છે કે વધારાની 17 એસી ટે્રનો શરૂ કરવામાં આવી રહી છે તેમાંથી નવ સેવાઓ ઉપરની દિશામાં છે અને 8 ટે્રનો નીચેની દિશામાં દોડશે. ઉપરની દિશામાં એટલે કે નાલાસોપારા-ચર્ચગેટ, વિરાર-બોરીવલી અને ભાયંદર-બોરીવલી વચ્ચે એક-એક ટે્રન, વિરાર-ચર્ચગેટ વચ્ચે બે ટે્રનો અને બોરીવલી-ચર્ચગેટ વચ્ચે ચાર એસી ટે્રનો દોડાવવામાં આવશે. તેમજ નીચેની દિશામાં એટલે ચર્ચગેટ-ભાઈંદર અને બોરીવલી-વિરાર વચ્ચે એક-એક ટે્રન, ચર્ચગેટ-વિરાર અને ચર્ચગેટ-બોરીવલી વચ્ચે ત્રણ-ત્રણ ટે્રનો દોડશે.
મધ્ય રેલવેમાં વધુ 10 એસી લોકલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવે પર પ્રવાસ કરનારા પ્રવાસીઓનો પ્રવાસ આરામદાયક બને એવા મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. મધ્ય રેલવે દ્વારા એસી લોકલ ટે્રનની સર્વિસમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. સોમવારથી મધ્ય રેલવે દ્વારા વધુ 10 એસી લોકલ દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે અને એની સાથે જ એસી સર્વિસની કુલ સંખ્યા 66 થઈ ગઈ છે.
મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સોમવારથી 10 નોન એસી સર્વિસને એસી સર્વિસ તરીકે દોડાવવામાં આવશે અને એની સાથે જ મધ્ય રેલવે પર એસી સર્વિસની સંખ્યા વધીને 66 થઈ જશે.
આ નવી 10 એસી સર્વિસની સાથે મધ્ય રેલવે પર દોડાવવામાં આવતી ટે્રનોની કુલ સંખ્યા 1810 પર પહોંચી
જશે. આ દસ સર્વિસમાંથી એક સર્વિસ સવારે અને એક સર્વિસ સાંજના ધસારા સમયે દોડાવવામાં આવશે. એસી લોકલ સોમવારથી શનિવાર સુધી દોડાવવામાં આવશે. રવિવારે અને જાહેર રજાના દિવસે આ એસી લોકલ નોર્મલ લોકલ તરીકે જ દોડાવવામાં આવશે.
કલ્યાણ-સીએસએમટી લોકલ કલ્યાણથી સવારે 7.15 કલાકે રવાના થશે અને 8.45 કલાકે પહોંચશે. રિટર્નમાં આ ટે્રન સીએસએમટીથી 8.49 કલાકથી રવાના થશે અને 10.18 કલાકે કલ્યાણ પહોંચશે. સવારે 10.25 કલાકે આ ટે્રન કલ્યાણથીર રવાના થશે અને 11.54 કલાક પહોંચશે. વળતામાં આ ટે્રન 11.58 કલાકે સીએસએમટીથી રવાના થશે અને બપોરે 1.44 કલાકે અંબરનાથ પહોંચશે. બપોરે 2 કલાકે આ ટે્રન અંબરનાથથી રવાના થશે અને 3.47 કલાકે સીએસએમટી પહોંચશે. સાંજે 4.01 કલાકેથી આ ટે્રન સીએસએમટીથી નીકળીને સાંજે 5.20 કલાકે ડોંબીવલી પહોંચશે. ડોંબિવલીથી સાંજે 5.32 કલાકે નીકળીને આ ટે્રન સાંજે 6.38 કલાકે પરેલ પહોંચશે. સાંજે 6.40 કલાકથી પરેલથી નીકળીને આ લોકલ 7.54 કલાકે કલ્યાણ પહોંચશે. રાતે 8.10 કલાકે કલ્યાણથી નીકળીને આ લોકલ રાતે 9.25 કલાકે પરેલ પહોંચશે. લાસ્ટ ટ્રિપમાં આ લોકલ પરેલથી રાતે 9.39 કલાકે નીકળશે અને રાતે 10.53 કલાકે કલ્યાણ પહોંચશે.