મોરા-ભાઉચા ધક્કાનો પ્રવાસ મોંઘો થશે: જાણો ક્યારથી અને કેટલો?

ઉરણ: મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડે ૨૬મી મે થી ઉરણના મોરાથી મુંબઈમાં ભાઉચા ધક્કા વચ્ચેની દરિયાઈ માર્ગની મુસાફરીમાં ટિકિટના ભાવમાં ૨૫ રૂ.નો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
પ્રવાસીઓએ એક રાઉન્ડ ટ્રીપ માટે ૮૦ રૂપિયાને બદલે ૧૦૫ રૂપિયા આપવાના રહેશે. આ ભાવ વધારો ચોમાસામાં ચાર મહિના પૂરતો લાગુ કરાશે, પહેલી સપ્ટેમ્બરથી ટિકિટના દર ફરી ૮૦ રૂ. ચાર્જ કરાશે.
છેલ્લા ઘણા સમયથી ચોમાસા દરમિયાન પણ ઉરણના મોરા અને મુંબઈ વચ્ચે જળ પરિવહન ચાલુ રહે છે, જ્યારે મુંબઈ અને અલીબાગ વચ્ચેની સેવા ચોમાસા દરમિયાન બંધ રહે છે.
આ પણ વાંચો: ગૂડ ન્યૂઝઃ કોચી વોટર મેટ્રો માફક મુંબઈ શરુ કરવામાં આવશે વોટર મેટ્રો…
આવી સ્થિતિમાં પણ મોરા-મુંબઈ સેવા દરિયાના મોજાનો સામનો કરતી રહે છે. ઉરણથી નેરળ બેલાપુર લોકલ સેવા શરૂ કરવામાં આવી છે. તેથી આ રૂટ પર મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો છે.
મુસાફરોની આ ઘટેલી સંખ્યાને કારણે આ વિભાગ પ્રભાવિત થયો છે. જો કે, એવા પ્રવાસીઓ છે જેઓ પરંપરાગત રીતે આ માર્ગે મુસાફરી કરે છે. તેથી આ સેવા ચાલી રહી છે. તેથી આ સેવા માટે ગત વર્ષની જેમ વર્ષે આ વર્ષે પણ રૂ. ૨૫ નો વધારો કર્યો હોવાની માહિતી મોરા પોર્ટ ઓફિસર નીતિન કોલીએ આપી હતી.