આમચી મુંબઈ

ચોમાસું જતાં-જતાં તરબતર કરી જશે

આજે ઓરેન્જ એલર્ટ : વીજળીના કડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેશમાં નૈર્ઋત્યના ચોમાસાની વિદાય લેવાની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસું વિદાય લેવાની સાથે જ ફરી એક વખત પોતાનું જોર દેખાડીને જવાનો છે. સોમવાર મોડી રાતથી મુંબઈમાં વરસાદે ફરી જોરદાર એન્ટ્રી કરી છે. મંગળવારે વહેલી સવાર બાદ મોડી સાંજે પશ્ર્ચિમ અને પૂર્વ ઉપનગરમાં વીજળીના ગડગડાટ સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે મુંબઈમાં વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી અને મહત્તમ તાપમાનમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો હતો.

હવામાન ખાતાએ મુંબઈ, થાણે અને પાલઘર માટે બુધવાર, ૨૪ સપ્ટેમ્બરના ઓરેન્જ એલર્ટની ચેતવણી આપી વીજળીના ગડગડાટ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. તો રાયગડ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સોમવારે મોડી રાતથી મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનું ચાલુ થયું હતું જે મંગળવારે વહેલી સવારના પણ ચાલુ રહ્યો હતો, જે સપ્ટેમ્બર મહિનાનો પહેલો ભારે વરસાદ છે. સોમવાર સવારના ૮.૩૦ વાગ્યાથી મંગળવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં સાંતાક્રુઝમાં ૭૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગના કહેવા મુજબ ૬૪.

૫ મિલીમીટરથી ૧૧૫.૪ મિલીમીટર વચ્ચે નોંધાતો વરસાદ ભારે વરસાદની શ્રેણીમાં આવે છે, જેમાં સોમવાર મધરાત બાદ ૨.૩૦ વાગ્યાથી વહેલી સવારના ૪.૩૦ વાગ્યા સુધીમાં વીજળીના ગડગડાટ સાથે ભારે વરસાદ પડ્યો હતો. ત્યારબાદ દિવસ દરમિયાન વરસાદનાં હળવાં ઝાપટાં પડ્યાં બાદ મોડી સાંજે ફરી મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના ગડગડાટ સાથે જોરદાર વરસાદ પડ્યો હતો.

વરસાદ ફરી સક્રિય થતા મુંબઈના મહત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો હતો. મંગળવારે કોલાબામાં મહત્તમ તાપમાન ૨૮.૬ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૨૯.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ હાલની હવામાનની પરિસ્થિતિને કારણે વીજળી સાથે વાવાઝોડા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી અને તેને કારણે વીજળીનો ગડગડાટ પણ થાય છે. મુંબઈ, થાણે, પાલઘરની સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી ત્રણથી ચાર દિવસ મુશળધાર વરસાદ રહેવાનો છે.

હાલ દેશમાં નૈર્ઋત્યના ચોમાસાની વિદાય લેવાનું ચાલુ થઈ ગયું છે. હવામાન વિભાગે રાજસ્થાન અને ગુજરાતના કચ્છ સહિતના અમુક વિસ્તાર તેમ જ પંજાબ અને હરિયાણાના અમુક વિસ્તારોમાં ચોમાસું પૂરું થયું હોવાની જાહેરાત કરી હતી.

લો પ્રેશરને કારણે અઠવાડિયું વરસાદ હવામાન ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ લો પ્રેશર નિર્માણ થયું હોવાથી મુંબઈ, થાણે, પાલઘર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરના મધ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન નિર્માણ થયા બાદ તેને કારણે પશ્ર્ચિમ-મધ્ય બંગાળના ઉપસાગર અન્ને ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના કિનારા પર લો પ્રેશર નિર્માણ થયું છે. આ લો પ્રેશર સિસ્ટમ ઉપર તરફ જવાની શક્યતા છે અને તેથી ૨૬ સપ્ટેમ્બર માટે રેડ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…