આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર સ્થગિત, શિયાળુ સત્ર 8 ડિસેમ્બરથી નાગપુરમાં…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને શુક્રવારે રાજ્ય વિધાનસભાના સત્રને સ્થગિત કર્યું હતું, જેનાથી ત્રણ અઠવાડિયા લાંબા ચોમાસુ સત્રનો અંત આવ્યો હતો.
આ વિધાનસભાના ચોમાસું સત્રમાં ડાબેરી ઉગ્રવાદનો સામનો કરવા માટેના વિશેષ જન સુરક્ષા ખરડા અને ડ્રગ્સના તસ્કરોને એમસીઓસીએ હેઠળ લાવવા સંબંધી મુખ્ય બિલો સત્ર દરમિયાન મંજૂર કરવામાં આવ્યા હતા.
વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનસભામાં રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલા ગૃહને મુલતવી રાખવાનો આદેશ વાંચી સંભળાવ્યો હતો.રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર આઠમી ડિસેમ્બરથી નાગપુરમાં શરૂ થશે.