આમચી મુંબઈ

ચોમાસા રેલવે ખોરવાય નહીં તે માટે પાલિકાએ કમર કસી

પશ્ચિમ અને મધ્ય રેલવેના સ્ટેશનો પર પાલિકા અને રેલવેના અધિકારીઓ સંયુક્ત રીતે વિઝિટ કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાની લાઈફલાઈન ગણાતી રેલવે લાઈન ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જવાથી ખોરવાઈ જાય નહીં તે માટે મુંબઈ મહાનગરપાલિકા અત્યારથી કામે લાગી ગઈ છે. મંગળવારે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ પશ્ર્ચિમ અને મધ્ય રેલવેના અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી હતી, જેમાં આગામી ચોમાસાની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને બેઠક દરમ્યાન તેમણે બંને રેલવે લાઈનમાં ભારે વરસાદ દરમ્યાન તમામ ક્રોનિક પૂરના હોટસ્પોટનું મૂલ્યાંકન કર્યું હતું. ભારે વરસાદમાં રેલવે ખોરવાય નહીં તે માટે રેલવે અને પાલિકા અધિકારીઓેએ સમન્વય સાધીને કામ કરવાનો નિર્દેશ પણ કમિશનરે આપ્યો હતો.

મંગળવારની બેઠકમાં કમિશનરે પાલિકાના અધિકારી ક્ષેત્ર હેઠળના રેલવે ટ્રેક નજીકના ગટરોને સાફ કરવાની સૂચના આપી હતી, જેથી કરીને ચોમાસામાં પાણી ભરાતું રોકી શકાય અને રેલવે સેવાને ફટકો પડે નહીં. તેમણે પશ્ર્ચિમ અને મધ્ય રેલવેનાં સ્ટેશન પર ચોમાસા પહેલાની તૈયારીઓ માટે પાલિકા અને રેલવે અધિકારીઓ દ્વારા સંયુક્ત ઈન્સ્પેકશન કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

Also read: પશ્ચિમ રેલવેમાં અમદાવાદ ડિવિઝનમાંથી ફરી ત્રણ જોડી ટ્રેન શરુ કરશે

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, માટુંગા વર્કશોપ, ચુનાભટ્ટી, વડાલા રેલવે સ્ટેશન, મેઈન કલ્વર્ટ, મીઠી નદી (સાયન-કુર્લા) બ્રાહ્મણવાડી નાળું, તિલક નગર તાળું, વિદ્યાવિહાર રેલવે સ્ટેશન (ફાતિમા નગર), કર્વેનગર નાળું (કાંજુરમાર્ગ- હરિયાળી નાળું) સંતોષી માતા નાળું, મારવાડી નાળું અને મસ્જિદ નાળા તેમ જ ભાંડુપ રેલવે સ્ટેશન (ક્રૉમ્પ્ટેન નાળું, દાત્તાર નાળું, ઉષા નગર ભાંડુપ પ્લેટફોર્મ નંબર એક સહિતના સ્થળોની વિગતવાર સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગયા વર્ષે ચોમાસા દરમ્યાન આ નાળાઓેને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવતા ટ્રેનોને અસર થઈ હતી. પશ્ર્ચિમ રેલેવેમાં અંધેરી અને બોરીવલી જેવાં સ્થળોએ ખાસ પગલાં અમલમાં મૂકવાનો નિર્દેશ પણ તેમણે આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button