આમચી મુંબઈ
હાશકારો! ઝાડ તૂટી પડવાને કારણે ચોમાસામાં ટ્રેન ખોરવાશે નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસામાં વરસાદ અને ભારે પવન ફૂંકાવાને કારણે રેલવે લાઈનને લાગીને આવેલા ઝાડ તૂટી પડવાને કારણે રેલ વ્યવહાર ખોરવાઈ જવાના ભૂતકાળમાં અનેક બનાવ બન્યા છે.

તેથી તેને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકા અને રેલવે પ્રશાસને મધ્ય, પશ્ર્ચિમ અને હાર્બર રેલવે લાઈનને લાગીને આવેલા ઝાડોની છટણીનું કામ સંયુક્ત રીતે હાથ ધર્યું છે અને અત્યાર સુધી ઝાડોની છટણીનું ૫૦ ટકા કામ થઈ ગયું હોવાનો દાવો પાલિકાએ કર્યો છે.

ત્રણેય રેલવે માર્ગને લાઈને કુલ ૫૨ ઠેકાણે રહેલા ૨,૪૨૪ ઝાડની છટણી કરવાની મંજૂરી આપવામાં આવી છે.