વરસાદ વિકએન્ડ બગાડશે:મુંબઈ સહિત રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય

(અમારા પ્રતિનિધી તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં વરસાદ ધીમે ધીમે ફરી જોર પકડી રહ્યો છે. મુંબઈમાં બુધવાર દિવસ દરમ્યાન છુટક વરસાદ રહ્યા બાદ મોડી રાત થી વરસાદે જોર પકડ્યું હતું. આજે પણ સવારથી મુંબઈના અનેક વિસ્તાર માં જોરદાર વરસાદ પડી રહ્યો છે.
આજે મુંબઈ, કોંકણ, ગોવા અને વિદર્ભમાં મોટાભાગના સ્થળોએ તેમજ મરાઠવાડામાં ઘણી જગ્યાએ વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન, રાજ્યમાં કેટલાક સ્થળોએ વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે પુણે હવામાન વિભાગે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.
આજે, થાણે, મુંબઈ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં તેમજ કોલ્હાપુરના ઘાટ વિભાગ અને સતારા, રાયગઢના ઘાટ વિભાગ, પુણે જિલ્લાના ઘાટ વિભાગ, જાલના, બીડ, અકોલા, બુલઢાણા, ગઢચિરોલી, લાતુર, વર્ધા, વાશિમ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે.
પાલઘર, જલગાંવ, નાસિક, અહિલ્યાનગર, પુણે, સોલાપુર, છત્રપતિ સંભાજીનગર, પરભણી, હિંગોલી, નાંદેડ, લાતુર, ધારાશિવ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ભંડારા ગોંદિયા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે, તેથી તમામ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવયું છે.