આમચી મુંબઈ

મોહન ભાગવતે વીર સાવરકર માટે ભારત રત્નની માંગ કરી, કહ્યું આનાથી સન્માનની પ્રતિષ્ઠા વધશે

મુંબઇ : મુંબઇમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના “સંઘ યાત્રાના 100 વર્ષ –નવું ક્ષિતિજ” કાર્યક્રમમાં અનેક મહાનુભાવોએ ભાગ લીધો હતો. જેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે વીર સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરી હતી. તેમજ કહ્યું હતું કે વીર સાવરકરને ભારત રત્ન આપવાથી સન્માનની પ્રતિષ્ઠા વધશે.

આ પ્રથમ વાર છે જ્યારે સંઘના વડાએ ખુલ્લેઆમ વીર સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરી છે. આ પૂર્વે પણ આરએસએસ કાર્યકરો સહિત ઘણા નેતાઓ દ્વારા વીર સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી છે.

આપણ વાચો: કોણ બની શકે છે કે સંઘ પ્રમુખ? RSS શતાબ્દી સમારોહમાં મોહન ભાગવતે કર્યો ખુલાસો

મોહન ભાગવતે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે નિવેદન આપ્યું

આ ઉપરાંત મોહન ભાગવતે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે આશા વ્યક્ત કરી કે તે એવી રીતે વાટાઘાટો કરવામાં આવી છે જે ભારતના હિતોને નુકસાન ન પહોંચાડે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય કરારોમાં દેશના આર્થિક અને વ્યૂહાત્મક હિતોનું રક્ષણ સર્વોપરી હોવું જોઈએ.

કોઈ પણ જાતિની વ્યક્તિ સરસંઘચાલક બની શકે છે

આ કાર્યક્રમ દરમિયાન સંઘ સંચાલક મોહન ભાગવતનું એક નિવેદન પ્રકાશમાં આવ્યું છે. કોણ સંઘનું પ્રમુખ બની શકે છે? તેને લઈને આરએસએસ પ્રમુખે સ્પષ્ટ નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે સ્પષ્ટ કર્યું છે કે, કોણ સંઘ પ્રમુખ બની શકે છે. મોહન ભાગવતે કહ્યું કે, કોઈ પણ જાતિની વ્યક્તિ સરસંઘચાલક બની શકે છે. પહેલી વખત સંઘ પ્રમુખ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે.

આપણ વાચો: RSS વડા મોહન ભાગવતે ભારતને વિશ્વ ગુરુ બનાવવા હિંદુઓને એક થવા આહવાન કર્યું

બળજબરીથી કે પછી લોભ આપીને ધર્માંતરણ ના થવું જોઈએ

આ સાથે મોહન ભાગવતે મુસ્લિમ અને ધર્મપરિવર્તન અંગે પણ પોતાના વિચારો રજૂ કર્યાં છે. કહ્યું કે, મુસ્લિમ સમુદાય પણ આપણા સમાજનો એક ભાગ છે. સ્વયંસેવકો તેમની વચ્ચે જઈને કામ કરી રહ્યા છે.

ધર્મ પરિવર્તન અંગે વાત કરતા કહ્યું કે, કોઈ પણ વ્યક્તિને પોતાની રીતે ભગવાન પસંદ કરવાનો અધિકાર છે, પરંતુ ધર્માંતરણ બળજબરી પૂર્વક કે પછી લોભ આપીને ના થવું જોઈએ. તેનો ઉત્તર માત્ર ઘર વાપસી છે અને તે જ થવું જોઈએ.

વધુમાં તેમણે વર્ષ 2047 માં અખંડ ભારતની કલ્પના કરવા માટે પણ કહ્યું છે. હવે ભારતને તોડવા વાળા તૂટી જશે. જે લોકો ભારતનું વિભાજન કરવાનું વિચારી રહ્યાં છે તેમના સપના ક્યારેય પૂરા થવાના નથી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button