‘મણિપુરના ક્ષેમકુશળ માટે ખુદ મોદી દરમિયાનગીરી કરે’ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

‘મણિપુરના ક્ષેમકુશળ માટે ખુદ મોદી દરમિયાનગીરી કરે’

શરદ પવારના નેતૃત્વ હેઠળના એનસીપીની સ્પષ્ટતા

મુંબઈ: સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આશ્ર્વાસન આપ્યું હોવા છતાં સંઘર્ષ વચ્ચે ઘેરાયેલા મણિપુરમાં શાંતિ સ્થપાતી જ નથી અને રાજ્યમાં ક્ષેમકુશળનું વાતાવરણ ફરી જોવા મળે એ માટે શ્રી મોદીએ તાત્કાલિક ધોરણે દરમિયાનગીરી કરવી જોઈએ એવો સ્પષ્ટ અભિપ્રાય શરદ પવારના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એનસીપી) દ્વારા શુક્રવારે વ્યક્ત કરવામાં આવ્યો હતો.

શિવસેના (યુબીટી) દ્વારા પણ મણિપુરની પરિસ્થિતિ બહેતર બનાવવા ભારતીય જનતા પક્ષના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર શું કરે છે એ જાણવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા ક્લાઇડ ક્રાસ્ટોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘મણિપુરમાં સત્વરે શાંતિ સ્થપાઈ જશે એવી ખાતરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપી હતી, પણ શાંતિ તો આવવાનું નામ જ નથી લેતી અને હિંસાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગઈ કાલે મણિપુરના મુખ્ય પ્રધાન એન. બીરેન સિંહના અંગત નિવાસસ્થાને હુમલો થયો હતો. જો સરકારની કોઈ વ્યક્તિ સાથે આવું થઈ શકે તો મણિપુરની સામાન્ય જનતા મહિનાઓથી શું વેઠી રહી હશે એ સમજવું મુશ્કેલ નથી. રાજ્યમાં હિંસાચાર અટકાવવામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર નિષ્ફળ
રહી છે.’ (પીટીઆઈ)

સંબંધિત લેખો

Back to top button