આમચી મુંબઈનેશનલ

દેશને માટે આર્થિક આત્મનિર્ભરતા અને રૂપિયાને વૈશ્ર્વિક સ્તરે વ્યાપક સ્વીકૃત અને સુલભ બનાવવા પર મોદીનો ભાર

મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રિઝર્વ બેંકની 90મા સ્થાપના દિને બોલતાં કહ્યું હતું કે વૈશ્ર્વિક મંદીની અસરોમાંથી મુક્ત થવા માટે ભારતે પોતાની આર્થિક આત્મનિર્ભરતા આગામી 10 વર્ષમાં વધારવાની અને ભારતીય રૂપિયાને વધુ સુલભ અને આખી દુનિયામાં સ્વીકાર્ય બનાવવાની આવશ્યકતા છે.

ડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે કેન્દ્રમાં એનડીએની સરકાર બન્યા પછી અમલદારો પરના કામના ભારણમાં ખાસ્સો એવો વધારો થશે.


રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ પહેલી એપ્રિલ 1935માં પોતાનું કામ ચાલુ કર્યું હતું અને તેમની 90 વર્ષની પૂર્ણાહુતી નિમિત્તે આયોજિત ઉજવણીની શરૂઆત કરતાં વડા પ્રધાન બોલી રહ્યા હતા.


તેમણે દેશમાં ઝડપી અને ટકાઉ વિકાસ માટે આરબીઆઈની ભૂમિકા પર ભાર આપ્યો હતો.


આરબીઆઈ બેન્કિંગ ક્ષેત્રમાં શિસ્ત અને વિવેકપુર્ણ નીતિઓ અમલમાં મુકી રહી હોવાનું નોંધતાં તેમણે કહ્યું હતું કે વિવિધ ક્ષેત્રોના આગોતરા અંદાજ મેળવીને સક્રિય પગલાં લેવા જોઈએ. તેમાં બેંકને સરકારનો ટેકો મળશે એવી ખાતરી પણ તેમણે આપી હતી.


આરબીઆઈની મોનિટરી પોલીસી કમિટીની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે એક્ટિવ પ્રાઈસ મોનિટરિંગ અને ફિસ્કલ ક્ધસોલિડેશનને કારણે કોરોનાના રોગચાળામાં પણ ફુગાવાને નિયંત્રણમાં રાખવામાં સફળતા મળી હતી. તેમણે આરબીઆઈની પ્રશંસા કરતાં કહ્યું હતું કે આખી દુનિયા કોરોના રોગચાળાને કારણે અર્થતંત્ર પર થયેલી અસરમાંથી હજી સુધી બહાર આવી શક્યું નથી, ત્યારે ભારતીય અર્થતંત્ર નવા વિક્રમો સરજી રહ્યું છે. હવે આપણા દેશને કોઈ પ્રગતિથી રોકી શકે એમ નથી, ભારત વૈશ્ર્વિક વિકાસનું એન્જિન બની રહ્યું છે. વિશ્ર્વના જીડીપીના વિકાસમાં ભારતનો હિસ્સો 15 ટકા જેટલો છે.


વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે નવા બેન્કિંગ માળખાનો અભ્યાસ કરવાની આવશ્યકતા છે, જેથી નાણાંકીય ઉદ્યોગો ક્ષેત્રમાં સુધારા કરી શકાય. તેમણે એમ પણ કહ્યું હતું કે દેશના વિકાસ માટે આવશ્યક પ્રોજેક્ટને ધિરાણ મળી રહે તે સુનિશ્ર્ચિત કરવું જોઈએ.


નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પ્રોફેશનલ મેનેજમેન્ટે ભારતની ક્ષમતામાં વધારો કર્યો છે અને તેને કારણે બાહ્ય અસમતુલા અને અનિશ્ર્ચિતતાનો સામનો કરી શકાય છે.


તેમણે કહ્યું હતું કે એક દાયકા પહેલાં ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં બેલેન્સ શીટની સમસ્યા હતી. જ્યારે આજે બેલેન્સ શીટનો લાભ છે કેમ કે આરબીઆઈ અને સરકારે તે માટે પ્રયાસો કર્યા છે.


રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંતા દાસે સોમવારે કહ્યું હતું કે કેન્દ્રીય બેંકનો પ્રયાસ આગામી દાયકામાં સ્થિર અને મજબૂત આર્થિક વ્યવસ્થા સ્થાપિત કરવાનો છે જેનાથી દેશના આર્થિક વિકાસનો પાયો નાખી શકાય.


આરબીઆઈ વર્ષોથી દેશના નાગરિકોના હિત માટે સ્થિરતા, સ્થિતિસ્થાપકતા અને પ્રતિબદ્ધતાનું ચિહ્ન બન્યું છે. સદી તરફ આગળ વધતી વખતે રિઝર્વ બેંકનું લક્ષ્ય સ્થિર અને મજબૂત આર્થિક વ્યવસ્થા ઊભું કરવાનું છે.


મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈંસ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, રાજ્યકક્ષાના નાણાં પ્રધાનો ભાગવત કરાડ અને પંકજ ચૌધરી આ પ્રસંગે આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસની સાથે હાજર હતા. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button