Modi 3.0: જાણો મહારાષ્ટ્રના પ્રધાનોને કયા ખાતા મળ્યા?
નવી દિલ્હીઃ મોદી અને કેબિનેટના પ્રધાનોએ શપથ લીધાના 24 કલાક પછી આજે વિધિવત રીતે કેબિનેટની બેઠક પછી પોર્ટ ફોલિયોની ફાળવણી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાંથી છ સાંસદોની ખાતાની ફાળવણી કરી છે. ગુજરાતમાં પાંચ અને મહારાષ્ટ્રના છ સાંસદને કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ મહારાષ્ટ્રમાં સાથી પક્ષોના નેતાઓમાં કેબિનેટમાં નહીં સમાવવામાં આવતા નારાજગી વધી છે. રાજ્યસભાના સાંસદ રામદાસ આઠવલેને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન બનાવ્યા છે.
આ ઉપરાંત, પાંચ લોકસભા અને એક રાજ્યસભાના સાંસદ બનાવ્યા છે. મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી ચાર, શિવસેના શિંદે જૂથના એક અને આરપીઆઈના એક પ્રધાન બનાવ્યા છે. શપથવિધિના કાર્યક્રમના એક દિવસ પછી જાહેરાત કરી હતી, જેમાં નીતિન ગડકરીને પરિવહન મંત્રાલય આપ્યું છે. નાગપુર બેઠક પરના નીતિન ગડકરીને આ અગાઉ બે વખત આ જ ખાતાની ફાળવણી કરવામાં આવી છે.
મુંબઈની સીટ પરથી જીતેલા પીયૂષ ગોયલને કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રી ફાળવ્યું છે. કોમર્સ મિનિસ્ટર તરીકે પીયૂષ ગોયલને મળેલી સફળતા બાદ ફરી રિપિટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, રક્ષા ખડસેને રાજ્ય કક્ષાના રમતગમત મંત્રાલય સોંપ્યું છે. પુણેની સીટ પરના મુરલીધર મોહોલને સહકારમંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાનપદ સાથે નાગરિક ઉડ્ડયન મંત્રાલય તેમ જ શિવસેનાના પ્રતાપરાવ જાધવને રાજ્યકક્ષાના આયુષ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો તેમ જ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે.
શિવસેના સિવાય અજિત પવારની એનસીપીને પણ સ્વતંત્ર કાર્યભારની ઓફર કરવામાં આવી છે. આમ છતાં એનસીપીએ તેની મનાઈ કરી છે. અજિત પવારની ઈચ્છા હતી કે સાથી પ્રફુલ પટેલને કેબિનેટમાં પ્રધાનપદ આપવામાં આવે, પરંતુ એના અંગે સમાધાન થયું નથી.