ટ્રેનમાં પિસ્તોલ લઈ જવા બદલ મોડલની ધરપકડ
ટ્રેનમાં મુસાફરી દરમિયાન લાયસન્સ વગરની પિસ્તોલ અને 14 જીવતા કારતૂસ સાથે રાખવા બદલ જીઆરપી પોલીસે બોરીવલી રેલ્વે સ્ટેશન પરથી બિહાર મોડલની ધરપકડ કરી છે. આરોપી મોડેલે બેગ ચેક કરવા દેવાનો ઇનકાર કરતા પોલીસને શંકા ગઇ હતી. મોડેલની ઓળખ અભય કુમાર ઉમેશ કુમાર ઝા તરીકે થઇ છે. 24 વર્ષીય આ મોડેલ મીરા રોડમાં રહે છે.
પોલીસે જણાવ્યું હતું કે તેમને તેની બેગમાંથી દેશી બનાવટની 7.65 એમએમની પિસ્તોલ અને 14 જીવતી કારતૂસ મળી આવ્યા છે. પોલીસે મોડેલ સામે આર્મ્સ એક્ટ, 1959ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
આરોપીએ પ્રાથમિક પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે તેણે આ બંદૂક સ્ટેટસ સિમ્બોલ તરીકે ખરીદી હતી. તેની પાસે પિસ્તોલ રાખવાનું લાયસન્સ નથી. આરોપીએ પિસ્તોલ અંદાજે 18,500 રૂપિયામાં અને તેની ગોળીઓ 5040 રૂપિયામાં ખરીદી હતી. આ મામલે પોલીસ હજુ મોડલની વધુ પૂછપરછ કરી રહી છે.
પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.