ઇન્ડિ ગઠબંધનમાં જોડાવા અંગે મનસે તરફથી કોઈ પ્રસ્તાવ નહીં: સપકાળ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ઇન્ડિ ગઠબંધનમાં જોડાવા અંગે મનસે તરફથી કોઈ પ્રસ્તાવ નહીં: સપકાળ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે ગુરુવારે એવી સ્પષ્ટતા કરી હતી કે રાજ ઠાકરેની આગેવાની હેઠળની મનસે તરફથી શાસક ભાજપ વિરુદ્ધ રાષ્ટ્રીય સ્તરના મોરચા, વિપક્ષી ઇન્ડિ ગઠબંધનમાં જોડાવા અંગે કોઈ પ્રસ્તાવ મળ્યો નથી.

સકાળે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના ઇન્ડિ ગઠબંધનમાં જોડાવાનો મુદ્દો ઉભો થતો નથી કારણ કે રાજ ઠાકરેના નેતૃત્વ હેઠળના સંગઠન તરફથી આ સંદર્ભમાં હજુ સુધી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી.

મનસે પ્રમુખ રાજ ઠાકરે બુધવારે મુંબઈમાં રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારે અને મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમને મળેલા વિપક્ષી પ્રતિનિધિમંડળનો ભાગ હતા અને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના મતદારોની યાદીમાં કથિત ગેરરીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસે પોતાના સ્વ-પ્રચારમાં છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું: હર્ષવર્ધન સપકાળ

મનસે મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષોના રાજ્ય સ્તરના જૂથ, મહા વિકાસ આઘાડી (એમવીએ)નો ભાગ નથી. એમવીએમાં કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી) મુખ્ય ઘટકપક્ષો છે.

સપકાળે એવી સ્પષ્ટતા કરી હતી કે વિપક્ષી પ્રતિનિધિમંડળની ચૂંટણી અધિકારીઓની મુલાકાતનો મનસેના જોડાણમાં સંભવિત પ્રવેશ સાથે કોઈ સંબંધ નથી.

‘મનસે તરફથી ગઠબંધનમાં જોડાવા અંગે કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. જો આવી કોઈ બાબત ઉભી થાય છે, તો તેના પર ઈન્ડિ ભાગીદારો દ્વારા ચર્ચા કરવામાં આવશે અને નિર્ણય લેવામાં આવશે,’ એવી તેમણે ખાતરી આપી હતી.

આ પણ વાંચો : ભાજપે ચૂંટણી પ્રક્રિયા ‘લૂંટી’, લોકશાહીનો નાશ કરવાની યુક્તિ: સપકાળ…

મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે રાજ અને ઉદ્ધવ ઠાકરે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે હાથ મિલાવી શકે છે, જેમાં મુંબઈ, થાણે અને પુણે પાલિકાની ચૂંટણીનો પણ સમાવેશ થાય છે.

એક સમયે અલગ થયેલા આ પિતરાઈ ભાઈઓ છેલ્લા કેટલાક મહિનામાં ઘણી વખત મળ્યા છે, જેના કારણે તેમની વચ્ચે ઔપચારિક જોડાણની ચર્ચા વધુ મજબૂત બની છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button