આમચી મુંબઈ

ચોમાસા દરમિયાન એમએમઆરડીએનો અટલ સેતુ માટે ટોલ ફ્રી નંબર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ (એમએમઆરડીએ) ખાસ કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. આ કંટ્રોલરૂમ ૨૪ કલાક ચાલુ રહેશે. આ કંટ્રોલરૂમ પહેલી જૂન, ૨૦૨૪થી ૧૫ ઑક્ટોબર, ૨૦૨૪ સમયગાળા માટે ચાલુ રહેશે. નાગરિકો ૦૨૨-૨૬૫૯૧૨૪૧, ૦૨૨-૨૬૫૯૪૧૭૬, ૮૬૫૭૪૦૨૦૯૦ અને ૧૮૦૦૨૨૮૮૦૧ (ટોલ ફ્રી) આ હેલ્પલાઈન પર સંપર્ક સાધી શકશે. અટલ સેતુ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૦૩૧૮૧૮ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

એમએમઆરડી આ કંટ્રોલરૂમ પર નાગરિકો તરફથી આવતી ફરિયાદનું નિરાકરણ લાવવા મુંબઈ મહાનગરપાલિકા, સાર્વજનિક બાંધકામ વિભાગ, મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ ઓથોરિટી, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી સંસ્થા વગેરે સાથે સમન્વય સાધીને તેને દૂર કરશે.

ઓથોરિટી મારફત હાલ જુદા જુદા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે, તેથી વાહનચાલકો અને રાહદારીઓની અડચણ દૂર કરવા માટે એમએમઆરડીએ કંટ્રોલરૂમ ચાલુ કર્યા છે, જેના પર ઝાડ તૂટી પડવા, પાણી ભરાઈ જવા, એક્સિડન્ટ, ટ્રાફિક જામ, ખાડા જેવી બાબતો પર નાગરિકો ફરિયાદ કરી શકશે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button