આમચી મુંબઈ

મેટ્રો-5ના કામને લઈને MMRDAના અધિકારીઓએ કહ્યું કે…

મુંબઈઃ મુંબઈ મહાનગર વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ) દ્વારા હાથ ધરવામાં આવેલો થાણે-ભિવંડી-કલ્યાણ મેટ્રો-5 પ્રોજેક્ટના પહેલાં તબક્કાનું મહત્ત્વનું કામ આખરે પાર પડ્યું છે. થાણે-ભિવંડી આ પહેલાં તબક્કાના તમામ સ્ટેશનના સ્લેબનું કામ આખરે પૂરું થઈ ગયું છે અને હવે સ્ટેશનના અંતિમ કામો અને ટ્રેક બેસાડવાનું કામ હાથ ધરવામાં આવવાનું હોવાની માહિતી એમએમઆરડીએના અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

મુંબઈ સહિત થાણેમાં જોવા મળતી ટ્રાફિકની સમસ્યામાંથી નાગરિકોને રાહત આપવા માટે એમએમઆરડીએ દ્વારા મેટ્રો-5 પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. 27.90 કિલોમીટરના આ મેટ્રો સ્ટ્રેચનું કામ હાથ ધરવામાં આવ્યું હોઈ આ આખા રૂટનું કામ બે તબક્કામાં પૂરું કરવામાં આવશે. જેમાં પહેલો તબક્કો થાણે-ભિવંડી અને બીજો તબક્કો ભિવંડીથી કલ્યાણ એવો હશે. પહેલાં તબક્કાનું કામ હાલમાં ચાલી રહ્યું છે જ્યારે બીજા તબક્કાનું કામ બાદમાં હાથ ધરાશે, એવી માહિતી એમએમઆરડીએના અધિકારી દ્વારા આપવામાં આવી હતી.


દરમિયાન આ પહેલાં તબક્કાના કામને લઈને જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પહેલાં તબક્કાનું આશરે 81.55 ટકા કામ પૂરું થઈ ગયું છે અને એમાંના છ મેટ્રે સ્ટેશનનું 76.93 ટકા કામ પૂરું થઈ ગયું છે. જ્યારે વ્હાયડક્ટનું 82.63 ટકા કામ પૂરું થઈ હોવાની માહિતી પણ એમએમઆરડીએ દ્વારા આપવામાં આવી છે. મહત્ત્વની વાત તો એ છે કે છએ છ રેલવે સ્ટેશનના સ્લેબનું કામ પૂરું થઈ ગયું છે અને આ કામ પૂરું કરીને એમએમઆરડીએએ એક મહત્ત્વનો તબક્કો પાર કરી લીધો છે, એવો વિશ્વાસ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.


પહેલાં તબક્કાના સ્ટેશનમાં બાળકુમ નાકા, કશેળી, કાલ્હેર, પુર્ણા. અંજુરફાટા અને ધામણકર નાકા સ્ટેશનનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટેશનના સ્લેબનું કામ પૂરું થઈ ગયું છે અને હવે સ્ટેશનની ફ્લોરિંગ, ફોલ સિલિંગ, વ્યુઈંગ ગેલેરી જેવા કામનોની શરૂઆત કરવામાં આવશે. તેમ જ ટ્રેક અને વિવિધ ટેક્નિકલ કામો પણ હાથ ધરવામાં આવશે, એવું અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Hazi Mastanએ કેમ કર્યા Sona સાથે નિકાહ દેશની ટોપ ફાઈવ National Crush કોણ છે? મહારાષ્ટ્રનો ગરીબ જિલ્લો કયો? Mahashivratriએ શિવલિંગ પર શું ચડાવશો?