આમચી મુંબઈમહારાષ્ટ્ર

મિનિટોમાં મુંબઈઃ સાત રિંગ રોડથી મુંબઈને ટ્રાફિકમુક્ત બનાવાની શિંદે સરકારની યોજના…

મુંબઈ: મુંબઈને ટ્રાફિકમુક્ત કરવા માટે એમએમઆરડીએએ ૫૮,૫૧૭ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ યોજના પૂર્ણ થયા બાદ મુંબઈ ફક્ત ટ્રાફિકમાંથી મુક્ત નહીં થશે, પરંતુ સંપૂર્ણ શહેરની કાયાપલટ થઇ જશે. આ યોજના હેઠળ મુંબઈમાં ૯૦ કિલોમીટરના માર્ગ બનાવવામાં આવશે જેમાં ફ્લાયઓવર, હાઇવે અને અનેક ભૂમિગત માર્ગનો સમાવેશ થશે.

આ પણ વાંચો : તો હવે મુંબઈથી પુણે બે કલાકમાં પહોંચવાનું સપનું સાકાર થશે…

એમએમઆરડીએએ તૈયાર કરેલા યોજનાનુસાર મુંબઈ તથા ઉપનગરોમાં મળીને સાત આઉટર અને ઇનર રિંગ રોડ તૈયાર કરવામાં આવશે. આ સાત રિંગ રોડ તૈયાર થયા બાદ મુંબઈગરાઓ ૫૯ મિનિટમાં શહેર તથા ઉપનગરમાં કોઇ પણ જગ્યાથી બીજી જગ્યાએ જઇ શકાશે. આ સિવાય મુંબઈના પૂર્વ તથા પશ્ર્ચિમ ભાગને અનેક રસ્તાથી જોડવામાં આવશે.

ઇનર રિંગ રોડ દ્વારા મુંબઈ અને થાણેમાં ઝડપથી શહેરીકરણ થશે. આ પ્રોજેક્ટ ફક્ત રોડ સુધી સિમિત નહીં હોય, પરંતુ તેમાં મેટ્રો, નવા રોડ, બ્રિજ, ફ્લાયઓવર, ઝૂંપડપટ્ટી વિકાસ વગેરેનો સમાવેશ પણ થશે. એમએમઆરમાં આ યોજના પાછળ અંદાજે રૂ. ત્રણ લાખ કરોડ ખર્ચ કરવામાં આવનાર છે.

રિંગ રોડ અને કનેક્ટિંગ રોડનો આ પ્રોજેક્ટ હાલમાં વિવિધ ટેન્ડરિંગ સ્તરે છે. એમએમઆરડીએ, પાલિકા અને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) દ્વારા આ વિશાળ યોજનાને નવો ઓપ આપવામાં આવશે જેમાં શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી વખતે રસ્તાઓ સિગ્નલ ફ્રી હશે અથવા બહુ ઓછા અવરોધો હશે.

પ્રથમ રિંગ રોડ
પ્રથમ રિંગ રોડ મુંબઈ કોસ્ટલ રોડના નરિમાન પોઇન્ટથી શરૂ થશે અને બાન્દ્રા-વરલી સી-લિંક તરફ આગળ વધશે. ત્યાંથી જમણી બાજુએ વળતા શિવડી-વરલી કનેક્ટર હશે જે અટલ સેતુના દક્ષિણ ભાગને લિંક કરશે.

બીજો રિંગ રોડ
બીજો રિંગ રોડ મુંબઈ કોસ્ટલ રોડના નરિમાન પોઇન્ટથી શરૂ થઇને બાન્દ૩ા-વરલી સી-લિંકથી ડાઇરેક્ટ વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે (ડબ્લ્યુઇએચ) સાથે જોડાશે જેને સાંતાક્રુઝ જંકશન સુધી વધારવામાં આવશે. ત્યાર બાદ તે માર્ગ સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ (એસસીએલઆર) દ્વારા ઇસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવેને જોડશે. ઇસ્ટર્ન ફ્રીવે પણ પ્રસ્તાવિત ઓરેન્જ ગેટ ટનલને જોડશે.

ત્રીજો રિંગ રોડ
ત્રીજો રિંગ રોડ મુંબઈ કોસ્ટલ રોડના નરિમાન પોઇન્ટથી શરૂ થઇ બાન્દ્રા-વરલી સી-લિંક, બાન્દ્રા-વર્સોવા લિંક રોડ અને ત્યાર પછી જોગેશ્ર્વરી-વિક્રોલી લિંક રોડને કનેક્ટ કરશે. ત્યાર બાદ તેને પવઇ-કાંજુરમાર્ગ જંકશન સુધી વધારાશે જેને કારણે ઇસ્ટર્ન ફ્રીવે એક્સટેન્શનથી છેડાનગર જંકશનથી ઇસ્ટર્ન એક્સ્પ્રેસ ફ્રીવેને જોડશે. આ માર્ગ ફરી ઓરેન્જ ગેટ કનલ દ્વારા કોસ્ટલ રોડને કનેક્ટ થશે.

ચોથો રિંગ રોડ
કોસ્ટલ રોડથી વર્સોવા લિંક રોડ આવ્યા બાદ પ્રવાસીઓ વર્સોવા-દહિસર લિંક રોડથી જોડાઇ શકશે અને જમણી બાજુએ વળતા ગોરેગામ-મુલપંડ લિંક રોડથી ઐરોલી જંકશન સુધી પહોંચી શકાશે.

પાંચમો રિંગ રોડ
વર્સોવા-દહિસર લિંક રોડ પહોંચ્યા બાદ મીરા-ભાયંદર અને ત્યાંથી ભાયંદર ફાઉન્ટેન હોટેલ કનેક્ટર દ્વારા થાણેના ઘોડબંદર રોડ સુધી પહોંચી શકાશે. ત્યાંથી થાણે કોસ્ટલ રોડના ઘોડબંદર-ગાયમુખ ટનલ દ્વારા ગાયમુખ પહોંંચાશે. ત્યાંથી આનંદ નગર-સાકેત ફ્લાયઓવર પહોંચવું સરળ રહેશે.

છઠ્ઠો રિંગ રોડ
મીરા-ભાયંદર લિંક રોડ અને ઉત્તમ લિંક રોડ પહોંચ્યા બાદ તે માર્ગ અલિબાગ-વિરાર કોરિડોરને લિંક કરશે અને ત્યાંશી આનંદનગર-સાકેત ફ્લાયઓવર તરફ થાણે કોસ્ટલ રોડ દ્વારા જઇ શકાશે. પ્રવાસીઓ ત્યાર બાદ ઇસ્ટર્ન ફ્રીવેના આનંદ નગર એક્સટેન્શન અને છેડાનગર સુધી પહોંચી શકશે.

સાતમો રિંગ રોડ
છેવટે વિરાર-અલિબાગ મલ્ટિ-મોડલ કોરિડોરને જોડાઇને જેએનપીટી (એનએચ-૩૪૮) દ્વારા એમટીએચએલ અટલ સેતુને જોડાશે. ત્યાર બાદ આ માર્ગ ડાઇરેક્ટ ઇસ્ટર્ન ફ્રીવે દ્વારા ઓરેન્જ ગેટ ટનલને જોડાઇને કોસ્ટલ રોડના નરિમાન પોઇન્ટ સુધી જશે.

મિનિટોમાં મુંબઈ
એમએમઆરડીએના કમિશનર સંજય મુખરજીએ કહ્યું હતું કે આ પ્રકલ્પ દ્વારા મુંબઈગરાઓનો પ્રવાસનો સમય ઓછો થશે. લોકો એક કલાકની અંદર એક છેડેથી બીજા છેડે પહોંચી શકશે. અમે આ યોજનાને ‘મિનિટોમાં મુંબઈ’ કહીએ છીએ જેનો અર્થ મુંબઈગરાઓને ક્યાંય પણ પહોંચવા માટે ૫૯ મિનિટથી વધુ લાગશે નહીં.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત