એમએમઆરસી મેટ્રો-થ્રીના સ્ટેશનોને જોડતા સબ-વે બાંધશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશને (એમએમઆરસી) કફ પરેડ-બાન્દ્રા-સીપ્ઝ- આરે અંડરગ્રાઉન્ડ મેટ્રો-થ્રીના સ્ટેશનો પર રાહદારીઓ માટે સબ-વે બાંધવાનો નિર્ણય લીધો છે. તેથી સ્ટેશન પર ઉતાર્ય બાદ પ્રવાસીઓ સીધા પોતાના ગંતવ્ય સ્થળ પર સબ-વેના માધ્યમથી સરળતાથી પહોંચી શકશે.
એમએમઆરસીએ મેટ્રો સ્ટેશનથી અમુક અંતર પર આવેલા મહત્ત્વના અને ભીડભાડવાળા સ્થળોને અંડરગ્રાઉન્ડ સબ-વેથી જોડવાનો નિર્ણય લીધો છે, જેમાં પ્રાયોગિક ધોરણે ત્રણ અંડરગ્રાઉન્ડ સબ-વે બાંધવાની છે.
આપણ વાચો: દિવ્યાંગ પ્રવાસીઓ માટે ખુશખબર: મેટ્રો-થ્રી ટિકિટ ભાડામાં 25 ટકા ડિસ્કાઉન્ટ રવિવારથી લાગુ
સબ-વેનો ડ્રાફ્ટ પ્લાન તૈયાર કરવા માટે પ્રોજેક્ટ ક્ધસ્લટન્ટ નીમવાની છે, તે માટે મંગળવારે ટેન્ડર બહાર પાડયા હતા. ત્રણ અંડરગ્રાઉન્ડ સબ-વે તૈયાર થયા બાદ બીકેસી મેટ્રો સ્ટેશનથી બીકેસી બુલેટ ટ્રેન સ્ટેશન તો સાયન સેન્ટર સ્ટેશનથી વરલી પ્રોમોનેડ, મહાલક્ષ્મી રેસકોર્સ, નેહરુ સાયન્સ સેન્ટર પહોંચી શકાશે. આ ત્રણ સબ-વેને કારણે પ્રવાસીઓ મેટ્રો સ્ટેશન પર ઉતરીને પ્રવાસીઓ ઈચ્છિત સ્થળે સીધા પહોંચી શકશે.



