આમચી મુંબઈમહારાષ્ટ્રસ્પોર્ટસ

એશિયન તાએકવૉન્ડોમાં વસઈનો વિશાલ સીગલ ચૅમ્પિયન, વિશ્વ સ્પર્ધા માટે થયો ક્વૉલિફાય…

ભારતના ભૂતપૂર્વ હેડ-કોચે બે સિલ્વર પણ જીતી લીધા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
તાજેતરમાં બેન્ગલૂરુમાં આયોજિત 10મી એશિયન આઇટીએફ તાએકવૉન્ડો ચૅમ્પિયનશિપમાં વસઈ (પૂર્વ)ના વિશાલ સીગલે ગોલ્ડ મેડલ જીતીને મહારાષ્ટ્રનું તેમ જ ભારતનું નામ રોશન કર્યું છે. 49 વર્ષના વિશાલે આ જ સ્પર્ધામાં બે સિલ્વર મેડલ પણ જીતી લીધા હતા તેમ જ આવતા વર્ષે ઇટલીમાં યોજાનારી વર્લ્ડ તાએકવૉન્ડો ચૅમ્પિયનશિપની વ્યક્તિગત સ્પર્ધામાં ભાગ લેવા માટેનું ક્વૉલિફિકેશન પણ મેળવી લીધું હતું.

આ પણ વાંચો : લલિત મોદીએ ઇંગ્લૅન્ડની જાણીતી લીગ વિશે ચોંકાવનારું નિવેદન આપી દીધું!

મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (એમએમએ)ના ભૂતપૂર્વ ભારતીય નૅશનલ ટીમ હેડ-કોચ વિશાલે આ સિદ્ધિઓ વય આધારિત 45-પ્લસ અને અન્ડર-90 કિલો વર્ગમાં મેળવી હતી.

બેન્ગલૂરુમાં તાએકવૉન્ડો અસોસિયેશન ઑફ ઇન્ડિયા તથા તાએકવૉન્ડો અસોસિયેશન ઑફ કર્ણાટક દ્વારા સંયુક્ત રીતે યોજાયેલી આ સ્પર્ધામાં રશિયા, જાપાન સહિત કુલ બાવીસ દેશના 700થી પણ વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

બેન્ગલૂરુમાં વિશાલે સ્પારિંગ ઇન્ડિવિજ્યૂઅલ કૅટેગરીમાં ગોલ્ડ મેડલ તથા 35-પ્લસ વર્ગની મલ્ટિપલ ટીમ સ્પર્ધામાં તેમ જ પાવર બ્રેકિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. વિશાલે આ પહેલાં 15 વખત રાષ્ટ્રીય તાએકવૉન્ડો એમએમએ સ્પર્ધા જીતવા સહિત 2023માં નૅશનલ્સમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

એમએમએમાં વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી એકમાત્ર ભારતીય સ્પર્ધક સુર્બલા નામની સિનિયર કૅટેગરીની છોકરીને વિશાલ સીગલે તાલીમ આપી છે. વિશાલ નેધરલૅન્ડ્સના ગ્લોબલ અસોસિયેશન ઑફ મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં સર્ટિફાઇડ જજ છે તેમ જ અસોસિયેશન ઑફ બૉક્સિગં કમિશન્સ (યુએસએ)માં રેફરી અને જજ તરીકેના સર્ટિફિકેશન પણ ધરાવે છે. વર્લ્ડ માર્શલ આર્ટ્સ ગેમ્સમાં ક્લાસ ‘એ’ જજ તથા રેફરી બનનાર વિશાલે દેશના કેટલાક ટોચના ફાઇટર્સને પણ તાલીમ આપી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button