સાંસદોના સસ્પેન્શનની નિંદા કરવા વિધાનસભ્યોએ કાળી પટ્ટી પહેરી
નાગપુર: ૧૪૦ થી વધુ સંસદસભ્યોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં બુધવારે મહારાષ્ટ્રમાં સંખ્યાબંધ વિપક્ષી ધારાસભ્યોએ તેમના હાથ પર કાળી પટ્ટી પહેરી હતી.
નાગપુરમાં જ્યાં વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યાં રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવાર, કૉંગ્રેસના વિધાનસભ્ય અશોક ચવ્હાણ, એનસીપી (શરદ પવાર જૂથ)ના નેતા અનિલ દેશમુખ, કૉંગ્રેસના વિધાનસભ્ય સતેજ પાટીલ અને અન્ય ઘણા વિધાનસભ્યોએ વિધાન ભવનના પગથિયાં પર કેન્દ્ર અને રાજ્ય સરકારો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓએ મરાઠા આરક્ષણ મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને ખેડૂતોને તેમના સોયાબીન અને કપાસના પાક માટે યોગ્ય ભાવ ન મળતા હોવાનો મુદ્દો ઉપાડ્યો હતો. સંસદના બંને ગૃહોના ૧૪૧ જેટલા સાંસદોને બેફામ વર્તન બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વિપક્ષી ઇન્ડિયા ગઠબંધને શુક્રવારે સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધની જાહેરાત કરી છે. (પીટીઆઈ)