મીરા રોડની મહિલા સાથે 32 લાખની ઠગાઇ:રિયલ એસ્ટેટ એજન્ટ, તેની પત્ની સામે ગુનો...
આમચી મુંબઈ

મીરા રોડની મહિલા સાથે 32 લાખની ઠગાઇ:રિયલ એસ્ટેટ એજન્ટ, તેની પત્ની સામે ગુનો…

થાણે: મુંબઈમા સરકારી યોજના હેઠળ ફ્લેટ અપાવવાને બહાને મીરા રોડની મહિલા સાથે 32.83 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ પોલીસે રિયલ એસ્ટેટ એજન્ટ અને તેની પત્ની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

મીરા રોડ વિસ્તારમાં રહેનારી 32 વર્ષની ફરિયાદી મહિલાનો પતિ વિદેશમાં કામ કરે છે. મહિલાએ દાવો કર્યો હતો કે જોગેશ્ર્વરી વિસ્તારમાં રહેતા રિયલ એસ્ટેટ એજન્ટ અને તેની પત્નીએ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) યોજના હેઠળ કાંદિવલીમાં વિસ્તારમાં તેને ફ્લેટ અપાવવાનું આશ્વાશન આપ્યું હતું.

દંપતીએ બાદમાં ઑક્ટોબર, 2023થી મહિલા પાસે ઇન્સ્ટોલમેન્ટમાં 32.83 લાખ રૂપિયા લીધા હતા, પણ તેઓ મહિલાને ફ્લેટ અપાવવામાં નિષ્ફળ ગયા હતા. દરમિયાન મહિલાએ રિયલ એસ્ટેટ એજન્ટ અને તેની પત્નીનો સંપર્ક સાધ્યો હતો અને આ અંગે પૂછતાં તેઓ ઉડાઉ જવાબ આપવા લાગ્યા હતા.

પોતે છેતરાઇ હોવાનું ધ્યાનમાં આવતાં મહિલાએ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી તી. આ ફરિયાદને આધારે પોલીસે દંપતી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)

આ પણ વાંચો…પુણેની યુનિવર્સિટી સાથે 2.46 કરોડની ઑનલાઈન છેતરપિંડી: એન્જિનિયરની ધરપકડ

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button