મીરા રોડમાં બિલ્ડિંગની ટેરેસ પર બાળકીસાથે દુષ્કર્મ: આરોપી યુપીમાં પકડાયો…

થાણે: મીરા રોડમાં બિલ્ડિંગની અગાશી પર લઈ ગયા પછી સાત વર્ષની બાળકી સાથે કથિત બળાત્કાર ગુજારવા પ્રકરણે પોલીસે આરોપીને ઉત્તર પ્રદેશમાં પકડી પાડ્યો હતો.
આ પણ વાંચો : ‘જો લાડકી બહીન સ્કીમની લાભાર્થી મહિલાઓ MVA રેલીમાં દેખાય તો…’, ભાજપ સાંસદના નિવેદનથી વિવાદ
મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે શુક્રવારે પકડી પાડેલા આરોપીની ઓળખ રમેશકુમાર રામરક્ષા જૈસ્વાલ (20) તરીકે થઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના ત્રીજી નવેમ્બરની રાતે બની હતી. ચૉકલેટ્સ અને આઈસક્રીમ અપાવવાની લાલચે આરોપી બાળકીને મીરા રોડની એક ઈમારતની અગાશી પર લઈ ગયો હતો, જ્યાં તેની સાથે કથિત દુષ્કર્મ કર્યું હતું.
આ પણ વાંચો : ડ્રગ્સ જપ્તી અને લૂંટ ચલાવવાનો પ્રયાસ કરનારા ચારને કોર્ટે છોડી મૂક્યા…
ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. બાળકીના વડીલોએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64, 65(2) અને 74 તેમ જ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધ હાથ ધરી હતી. ટેક્નિલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે આરોપીને યુપીના પ્રયાગરાજથી પકડી પાડ્યો હતો. (પીટીઆઈ)